વડોદરા, તા. ૨૮

કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષની બેચમાં માત્ર પાંચ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતની જાહેરાત કરાતા અનેક વિદ્યાર્થી સંગઠનો વિરોધ વ્યકત કરવા માટે મેદાનમાં આવી પહોચ્યા હતા. ત્યારે અનેક સંગઠનોએ પીછેહઠ કરી છે તોે અનેક હજી પણ સ્થિર રહીને વિરોધ દર્શાવી રહ્યા છે. એજીએસયુ ગ્રુપ દ્વારા સતત છેલ્લા દસ દિવસથી વિવિધ પ્રકારે વિરોધ દર્શાવીને સીટ વધારવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે યુનિ.ના સત્તાધીશો દ્વારા આ આંદોલન રોકવા માટે એડીચોટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે એજીએસયુ ગ્રુપના પંકજ જ્યસ્વાલ અને જયેશ પ્રજાપતિને તાત્કાલિક ધોરણે અટકાયત કરીને વિરોધ રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરતું ગ્રુપના કાર્યકર્તાઓ અને રાકેશ પંજાબીના નેતૃત્વ હેઠળ વિરોધ યથાવત રાખીને આજે વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરીને “એડમિશન યાત્રા” યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાેડાયા હતા.

કોમર્સ ફેકલ્ટીમાં કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કે વિચારણા કર્યા વિના લેવાયેલા નિર્ણયને કારણે યુનિ.ના હેતુને તેમજ સર સયાજીરાવ ગાયકવાડના વિચારોનું ખનન કરીને કોમર્સ ફેકલ્ટીમાં માત્ર પાંચ હજાર ત્રણસો વીસ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરાતા એજીએસયુ ગ્રુપ દ્વારા ગત તા. ૧૮ જૂનથી વિરોધ કરવાનું શરુ કર્યું હતું. તેઓ દ્વારા પ્રથમ શાંતિ પૂર્વક આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી પરતું સત્તાધીશોના પેટનું પાણી પણ ન હલતાં તેઓ દ્વારા આખરે પૂતળું સળગાવીને , અસ્થિ વિસર્જન કરીને તેમજ બેસણું રાખીને વિરોધ દર્શાવ્યો હતો.

આંદોલનને ડામવા એજીએસયુ ગ્રૂપના મુખ્ય આંદોલનકારીઓની અટકાયત કરાઈ

એજીએસયુ ગ્રુપના પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, અમારુ ગ્રુપ આંદોલન કરવું જાેઈએ તેમજ તેમના આગેવાનો પણ કોઈ પ્રકારની એકટીવીટી ન કરે તે માટે વાઈસ ચાન્સેલરે આદેશ આપ્યો છે. જેથી આજે વિરોધ શરુ થાય તે પહેલાં જ પંકજ જયસ્વાલને યુનિટ બિલ્ડીંગ પરથી જ્યારે જયેશ પ્રજાપતિને મેઈન બિલ્ડીંગ પરથી ઝડપી પાડીને તેની અટકાયત કરી હતી.

યુનિ.ને વિજિલન્સ પર ભરોસો નથી કે પછી અન્ય કારણ?

હોબાળા દરમ્યાન પણ વિજીલન્સની ટીંમ હોવા છતાં પણ પોલીસને ફરજ બજાવવાની જરુર પડી હતી અને આજે પણ પોલીસ દ્વારા વિદ્યાર્થી સંગઠનના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે જાે યુનિ.ના સુરક્ષા માટેના પગલાં જાે પોલીસ દ્વારા જ પૂરા પાડવામાં આવતા હોય તો વિજીલન્સની ટીમ શું માત્ર નામની જ છે કે પછી અન્ય કારણ છે પોલીસની દખલગીરી બાબતનું તે સિવાય આગેવનની અટકાયત પોલીસે કેમ કરી શું તે આંદોલનને શાંત નહોતા પાડી શક્તા તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાનો વિષય બન્યા હતા.