વડોદરા,તા.૬  

વડોદરા પાલિકાને માટે સંજયનગરના આવાસોના પ્રશ્ને સાપે છછુન્દર ગળ્યા જેવી સ્થતિ સર્જાવા પામી છે. પાલિકાને માટે નબળી આર્થિક સ્થતિને ધ્યાનમાં લઈને પ્રોજેક્ટ ગોત્રીની માફક હાથ પર લેવો એક તરફ મુશ્કેલરૂપ જ નહિ,બલ્કે અશક્ય પણ છે.જયારે બીજી તરફ સમગ્ર તંત્ર બિલ્ડર સામે પગલાં લેવામાં કાયદાકીય પડકારો ઉભા થાય એમ હોઈ ફફડી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ સ્થતિમાં પાલિકાને માટે એક તરફ ખાઈ અને બીજી તરફ કુવા જેવી સ્થતિનું નિર્માણ થતા સંજયનગરનો પ્રશ્ન ઝડપથી ઉકેલાય એમ લાગતું નથી.

આ સંજોગોમાં સંજયનગરના રહીશોને માટે યુદ્‌ધ એજ કલ્યાણ સિવાય કોઈ માર્ગ ખુલ્લો ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે. આવી દ્વધિાભરી સ્થતિ વચ્ચે આગામી દિવસોમાં પાલિકા તંત્ર અને સંજયનગરના ઘર વિહોણા રહીશો વચ્ચે સીધા સંઘર્ષના અેંધાણ વર્તાઈ રહયા છે.અલબત્ત આ પ્રશ્નનો બિલ્ડર સાથે મળીને સત્વરે ઉકેલ લાવવાને માટે પાલિકા તંત્ર રહી રહીને સક્રય બન્યું છે.તેમજ આ ચૂંટણીનું વર્ષ હોઈ શાસકો પણ તાકીદે સંજયનગરના આવાસોની કામગીરી શરુ કરી દેવામાં આવે એવા પ્રયાસોમાં લાગી ગયા છે.જેથી કરીને ઘરવિહોણાઓના રોષનો ભોગ બનવું પડે નહિ.એ ઉપરાંત વિપક્ષોને કોઈ મુદ્‌દો મળી જાય એમ પણ શાસક પક્ષ ઇચ્છતું નથી એમ આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.નોંધનીય છે કે સંજયનગરના રહીશોનું કમિશ્નર સમક્ષ હીયરીંગ સંપન્ન થયુ હતું.