નસવાડી ઃ નસવાડી તાલુકાના રતનપુરા જુથ ગ્રામ પંચાયતમાં વેલારી ગામ આવેલું છે જ્યારે વેલારી ગામમાં મેઇન રસ્તા ઉપર લો લેવલના કોઝવે આવેલો છે જે કોઝવેનો સ્લેબ વચ્ચેના ભાગમાં બેસી જતા એક મોટો ભુવો પડ્યો હતો જેને લઇ વાહનચાલકો સને ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે જયારે અગાઉ એક ટ્રેક્ટર આ નાળાના ભૂવામાં ફસાઈ ગયું હતું જ્યારે આઠ માસથી રસ્તામાં પડેલા ભુવો ગ્રામ પંચાયતના સત્તાધીશોએ નાળુંની રીપેરીંગ કરતા નથી ગ્રામજનો વારંવાર તંત્રના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય તેઓની સમસ્યા અંત આવતો નથી જેને લઇ લોકોએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો કરી છે છતાંય સમસ્યા યથાવત છે જયારે નસવાડી તાલુકા મથકના અધિકારીઓ ઉચ્ચકક્ષાએ આ નાળામાં પડેલા ભુવાનું રીપેરીંગ થયું ગયું હોવાનો રિપોર્ટ કરે છે પરંતુ સ્થળ ઉપર પરિસ્થિતિ તે ને તેજ છે જેને લઇ સરકારને પણ અધિકારીઓ બોગસ રિપોર્ટ કરી છેતરી રહ્યા છે તંત્રના અધિકારીઓની નિષ્કાળજીના કારણે આ રસ્તા ઉપર થી પસાર થતા ખેડૂતો અને ગ્રામજનો છેલ્લા ૮ મહિના થી હેરાન પરેશાન થઈ રહ્યા છે તંત્ર ક્યારે જાગશે અને રસ્તા ઉપર પડેલા ભુવો ક્યારે પુરાવશે તે તો જાેવાનું રહ્યું નસવાડી તાલુકામાં અનેક સમસ્યાઓથી પ્રજા હેરાન પરેશાન છે મહિનાઓના મહિનાઓ વીતી ગયા છતાંય સમસ્યાઓનો અંત આવતો નથી એક બાજુ અધિકારીઓ સરકારમાં ખોટા રિપોર્ટ કરે છે ત્યારે બીજી બાજુ નેતાઓ પ્રજાની રજૂઆત સાંભળતા નથી અને ચૂંટાયા બાદ નેતાઓ ગામોની મુલાકાતો લેતા નથી જેને લઈને પ્રજામાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.