મુંબઇ 

બોલીવુડના સુપરસ્ટાર, ટ્રેજેડી કિંગ અને અભિનય સમ્રાટ કહેવાતા દિલીપકુમાર તેમનો ૯૮ મો જન્મદિવસ મનાવી છે. જો કે દિલીપકુમાર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. થોડા સમયથી દિલીપકુમારની તબિયત સારી નથી જેના કારણે તે ફિલ્મથી અંતર રાખી રહ્યો છે. પરંતુ આજે પણ તે બોલિવૂડના પ્રેમીઓનો પ્રિય અભિનેતા છે.

દિલીપકુમાર અને સાયરા બાનોના લગ્નની ઘોષણા થઈ ત્યારે બધાને આશ્ચર્ય થયું. કારણ કે તે સમયે દિલીપકુમાર ૪૪ વર્ષનો હતો અને સાયરા બાનો તેની અડધી ઉંમર એટલે કે ફક્ત ૨૨ વર્ષની હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સાયરા બાનો માત્ર ૧૨ વર્ષની ઉંમરે દિલીપકુમારના પ્રેમમાં પડી ગઈ હતી. જ્યારે બંનેના લગ્ન થયાં હતાં ત્યારે સાયરા પોતે પણ તે સમયની મોટી અભિનેત્રી હતી. સાયરા બાનોએ તેના એક ઇન્ટરવ્યુમાં ખૂબ જ આશ્ચર્યજનક વાર્તા કહી હતી. તેણે કહ્યું કે જ્યારે તે માત્ર ૧૨વર્ષની હતી ત્યારે તેણે તેની માતા સાથે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મહેબૂબ ખાનની પ્રખ્યાત ફિલ્મ 'આન' જોઇ હતી. જેમાં દિલીપકુમારનું ખૂબ જ જબરદસ્ત પાત્ર હતું. જે પછી સાયરા જીદ કરવા લાગી કે હું આ કે હું આ વ્યક્તિ સાથે જ લગ્ન કરીશ. જોકે તે સમયે, બધા તેને એક બાળક ગણીને આ વાતને ટાળતા હતા. પરંતુ તેને શું ખબર હતી કે સાયરા તેને દિલથી પ્રેમ કરવા લાગી હતી.

સાયરાની માતા નસીમ બાનો તે સમયની પ્રખ્યાત અભિનેત્રી હતી અને નાના છમીયા બાઇ એટલે કે શમશાદ બેગમ દિલ્હીની પ્રખ્યાત ગાયિકા હતી. માતા નસીમ બાનોએ ખૂબ જ સમૃદ્ધ પરિવારના એહસાન મિયાં સાથે લગ્ન કર્યા હતા, પરંતુ સાયરાના પિતાજી ભાગલા પછી પાકિસ્તાન ગયા અને નસીમ બાનો બાળકો સાથે લંડનમાં રહેવા લાગી. પરંતુ થોડા સમય પછી સાયરા બાનો ફરી મુંબઈ આવી અને ફિલ્મોમાં અભિનેત્રી બની. 

સાયરાએ જુબલી કુમાર કહેવાતા રાજેન્દ્ર કુમાર સાથે 'આઈ મિલન કી બેલા'માં કામ કર્યું હતું, ત્યારબાદ રાજેન્દ્રકુમાર અને સાયરા એક બીજાને પસંદ કરવા લાગ્યા. તે સમયે રાજેન્દ્ર કુમાર શાદીશુદા હતા અને તેની સાથે લગ્ન કરવા માટે જીદ કરવા લાગી. આ પછી, સાયરાની માતાએ દિલીપકુમારને કહ્યું કે તેના ચાહકને સમજાવે. દિલીપ તે સમયે સાયરાની એટલી નજીક નહોતો, અને બંનેએ સાથે મળીને ઘણું કામ પણ નહોતું કર્યું.દિલીપકુમાર જ્યારે સાયરાને મનાવવા પહોંચ્યા ત્યારે સાયરાએ તેને પૂછ્યું કે શું તે તેની સાથે લગ્ન કરશે. તે સમયે દિલીપે કોઈ જવાબ આપ્યો ન હતો, પરંતુ તે પણ સાયરાના જાદુથી છટકી શક્યો નહીં બનેએ લગ્ન કરી લીધાં.