મુંબઇ 

અપકમિંગ ફિલ્મ લક્ષ્મીમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા નિભાવી રહેલા અક્ષય કુમારે એક નવી પહેલ 'અબ હમારી બારી હૈ' શરૂ કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય જેન્ડર ઈક્વાલિટીને પ્રોત્સાહન આપવાનો અને ટ્રાન્સજેન્ડરને સમાજમાં સમાન અધિકાર આપવાનો છે. હવે આ પહેલમાં બિગ બોસ 13ના વિજેતા એવા સિદ્ધાર્થ શુક્લા જોડાયો છે. એક્ટરે તાજેતરમાં જ પોતાનું સમર્થન બતાવતા લાલ ચાંદલો લગાવીને એક તસવીર પણ શેર કરી છે.


લક્ષ્મી એક્ટર અક્ષય કુમારે તાજેતરમાં તેની પહેલની જાણકારી આપતા ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો છે. તેમાં અક્ષયે સમર્થન આપનાર લોકોને લાલ ચાંદલાવાળા ફિલ્ટરનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી હતી. હવે સિદ્ધાર્થે આ ફિલ્ટરની સાથે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીર શેર કરી છે.

પોસ્ટમાં અક્ષયની પ્રશંસા કરતાં સિદ્ધાર્થ લખે છે કે, 'આ પહેલની શરૂઆત કરવા માટે અક્ષય કુમાર સરની પ્રશંસા કરું છું. આપણે આગળ આવીને પ્રોત્સાહન આપવું જોઈએ, પ્રેમ બતાવવો જોઈએ, અપનાવા જોઈએ અને થર્ડ જેન્ડરનો સપોર્ટ કરવો જોઈએ. ચાલો લાલ ચાંદલો કરીએ સાથે આગળ આવીએ કેમ કે, હવે આપણો વારો છે કે જેમણે આજ સુધી આપણી ખુશીઓમાં સાથ આપ્યો છે '.

બિગ બોસ 14 માં તોફાની સિનિયર બનેલા સિદ્ધાર્થ શુક્લા હાલમાં ચંદીગઢમાં પોતાના અપકમિંગ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય જોડી સિડનાજ (સિદ્ધાર્થ શુક્લા- શહનાઝ ગિલ) શૂટિંગ પહેલા મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા.