વડોદરા, તા.૧૬

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મેરી માટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન થઈ રહ્યા છે.ત્યારે આજરોજ વડોદરામાં આ કાર્યક્રમ હેઠળ ગાંધીનગરગૃહ ખાતે વડોદરા કોર્પોરેશનના ઉપક્રમે ગાંધી ફિલ્મ ફેસ્ટિવલ ( ગાંધી પેનોરમાં ) નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સવારે ૧૧ થી સાંજે ૬ સુધી મહાત્મા ગાંધી વિશે બનેલી જુદી જુદી ઘટનાઓની ૧૭ ફિલ્મો શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો વગેરેને બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાંખી હાજરી જાેવા મળતા ફિયાસ્કો થયો હતો. જાેકે, પાલિકાના સત્તાવાર સૂત્રોએ કહ્યુ હતુ કે,કાર્યક્રમમાં ફિલ્મો દર્શાવાઈ તેમ તેમ આ ફિલ્મ ફેસ્ટીવલમાં ૫૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ રહ્યો હતો. સમાપન વખતે ૫૦૦ થી ૬૦૦ જેટલા સમોસા ઉપસ્થિત લોકોને આપવામાં આવ્યા,તો શુ કાર્યક્રમની સફળતા પાછળનો માપદંડ સમોસા હતો.તેવી ચર્ચા થઈ રહી છે.

ગાંધી પેનોરમાં-૨૦૨૩ અંતર્ગત અત્યાર સુધીમાં આ પ્રકારની ફિલ્મો ૧૮ શહેરોમાં દર્શાવવામાં આવી છે અને વડોદરા ૧૯મુ શહેર છે. આ ફિલ્મ ફેસ્ટીવલ અંગે સ્થાયી સમિતીના અધ્યક્ષે જણાવ્યુ હતુ કે, આજે આજે ગાંધીજીના વિચારોની જેટલી જરૂર છે તેટલી બીજા કોઈ ની જરૂર નથી. ગાંધીજી વિશે જાણવા માટે ફિલ્મથી વધુ સારું માધ્યમ કોઈ હોઈ શકે નહીં.તેથી મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધીજીના જીવન પર આધારિત ફિલ્મો લોકોને બતાવવા નક્કી કરાયુ. આ માટે પાલિકાને આઈઆઈએમસીએ મદદ કરી તેમની પાસે વિશ્વભરમાંથી ગાંધીજી પર બનેલી ફિલ્મોનો સંગ્રહ છે, જે વિવિધ ભાષાઓમાં છે, જે પૈકીની આજે હિન્દી ,ગુજરાતી માં બનેલી ફિલ્મ દર્શાવામાં આવી હતી. જેથી બધા સમજી શકે. જાેકે,આ કાર્યક્રમ શરૂ થયો ત્યારે પાંખી હાજરી જાેવા મળતા ફિયાસ્કો થયો હતો. જાેકે,પાલિકાના સૂત્રોએ કહ્યુ હતુ કે, શરૂઆતમાં પાંખી હાજરી હતી.પરંતુ ફિલ્મો દર્શાવવાની શરૂઆત થઈ તેમ ૫૦૦ જેટલા લોકોએ ગાધીજી વિશેની ફિલ્મો નિહાળી હતી.ગાધીજી વિશેની ફિલ્મોનુ કલેક્શન ધરાવતા અને ફિલ્મ મેક ખંડેલવાલે કહ્યુ હતુ કે,આ ફિલ્મ ફેસ્ટીવલ માટે પાસે નોમીનલ ખર્ચ રૂા.૩ લાખ લેવામાં આવ્યા છે.ખરેખર ખર્ચ વધુ છે.વડોદરા બાદ આ ફિલ્મ્સ અમદાવાદ અને ગાંધીનગર ખાતે દર્શાવવાનુ આયોજન હોંવાનુ કહ્યુ હતુ.જાેકે,અન્ય કાર્યક્રમોના પ્રચાર પ્રસારમાં તમાત તાકાત લગાવી દેતુ પાલિકા તંત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર ફિલ્મ ફેસ્ટીવલનુ આયોજનના પ્રચાર પ્રસારમાં નબળુ સાબીત રહ્યું હતું.

કાર્યક્રમની બહોળી પ્રસિદ્ધિ કરવી જાેઈએઃ અમી રાવત

ગાંધીજી પેનોરમાં કાર્યક્રમમાં પાંખી હાજરીને લઈ પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવતે કહ્યુ હતુ કે, દરેક કાર્યક્રમના બોર્ડ તમામ ચાર રસ્તે લગાડવામાં આવે છે.ત્યારે જાે ગાંધીજીના જીવન વિશે જ્યારે પેનોરમાં પ્રદર્શીત કરતા હોંય એની લોકોને જાણ થાય તેની તસદી કેમ ના લીધી ? તેમણે કહ્યુ હતો કે, પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે મને ગઈકાલે સાંજે વોટ્‌સએપ પર કાર્યક્રમનો મેસેજ કર્યો હતો.તે આજે બપોરે જાેયો જેથી ઉદ્ધાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકી ન હતી.પરંતુ રીમાઈન્ડર માટે ફોન પણ નથી કર્યા.કાઉન્સિલરોને પણ જાણ હોતી નથી.આવા કાર્યક્રમોની બહોળી પ્રસિદ્ધી કરવી જાેઈએ તેમ કહ્યુ હતુ.