દિલ્હી-

કેન્દ્ર સરકારે મહેસૂલી ખાધની ગ્રાન્ટ પેટે ૧૪ રાજ્યને માસિક હપ્તા તરીકે કુલ 6,195 કરોડ રૂપિયા ફાળવ્યા છે. નાણાં પ્રધાન ર્નિમલા સીતારામનના કાર્યાલયે મંગળવારે ટ્‌વીટ કર્યું હતું કે ‘15મા નાણાં પંચની વચગાળાની ભલામણોને આધારે સરકારે આઠમા ઇએમઆઇ (ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટૉલમેન્ટ) તરીકે 14 રાજ્યને મહેસૂલી ખાધની ગ્રાન્ટના રૂપમાં કુલ મળીને રૂપિયા 6,195.08 કરોડ છૂટા કર્યા છે.’ 

આ 14 રાજ્યમાં આંધ્ર પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, પંજાબ, સિક્કિમ, તમિળનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્રિ્‌ચમ બંગાળનો સમાવેશ છે. વર્તમાન નાણાંકીય વર્ષના એપ્રિલ-ઑક્ટોબરના સમયગાળા દરમિયાન પણ ગ્રાન્ટ તરીકે આટલી જ રકમ છૂટી કરાઈ હતી.રાજ્યોને મહેસૂલી આવકમાં જાે કોઈ ખોટ થાય તો એના વળતર તરીકે ગ્રાન્ટ પૂરી પાડવા નાણાં પંચ કેન્દ્રને એક યંત્રણા પૂરી પાડે છે જે પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ તરીકે ઓળખાય છે.