દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સુધારાના એક વર્ષ પૂરા થવા પર કહ્યું હતું કે, શિક્ષણ નીતિને તમામ પ્રકારના દબાણથી મુક્ત રાખવામાં આવી છે. નિખાલસતા નીતિઓમાં રાખવામાં આવી છે, તેવી જ નિખાલસતા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિકલ્પોમાં પણ છે. હવે,વિદ્યાર્થીઓ કેટલો સમય અભ્યાસ કરશે, કેટલો અભ્યાસ કરશે તે ફક્ત હવે સંસ્થાઓ જ નક્કી કરશે નહીં, તેમણે એમ પણ કહ્યું કે, 14 એન્જિનિયરિંગ કોલેજોમાં હિન્દી સહિત 5 ભારતીય ભાષાઓમાં ઇજનેરી અભ્યાસ શરૂ કરવાના છે. 

પ્રધાનપ્રધાને કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એક વર્ષ પૂર્ણ થવા પર તમામ દેશવાસીઓ અને તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ. છેલ્લા એક વર્ષમાં, દેશની તમામ મહાન હસ્તીઓ, શિક્ષકો, આચાર્યો, નીતિ ઘડવૈયાઓએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જમીન પર લાવવામાં ખૂબ જ મહેનત કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું એક વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન મોદી ( PM Narendra Modi ) દ્વારા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, નીતિ ઘડવૈયાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ગરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે, દેશની 14 એન્જિનિયરિંગ કોલેજોમાં હિન્દી સહિત 5 ભારતીય ભાષાઓમાં ઇજનેરી અભ્યાસ શરૂ કરવામાં આવશે.