પાવી જેતપુર, પોતાના જ દેશમાં પરાયા હોવાનો એહસાસ કરી રહ્યા છે છોટાઉદેપુર જીલ્લાના ૭૫૦ ની વસ્તી ધરાવતા આંબાખુંટના ગામલોકો. વિસ્તારમાં ડેમ બનાવવાનો હોવાથી આંબાખૂટના ગામ લોકોએ તેમની જમીન મકાન તો આપી દીધા. પણ આ ગામના લોકોને એ ખબર ન હતી કે તે ભવિષ્યમાં તે બે ઘર બેસહારા બની જશે. આપેલા વચનોથી સત્તાધીશો વિમુખ થઈ જશે એવો રંજ માત્ર ખ્યાલ ન હતો આ ભોળા આદીવાસીઓને. આજે આ જ લોકો પોતાના જ કહેવાતા ગામમાં નિરાધાર જેવી જીંદગી ગુજારી રહ્યા છે. હવે આંબાખૂટના ગ્રામજનો પોતાની સમસ્યાના ઉકેલ માટે આવનારી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવી ચુક્યા છે. અને ગામના ચોરે બેનર મારીને ચૂટણી બહીષ્કારની જાહેરાત કરી દીધી છે. સરકારના નિયમ પ્રમાણે આ લોકોને જમીન આપવાની હતી, સ્વાસ્થ્ય માટે દવાખાનાની વ્યવસ્થા આપવાની હતી, અને સરકારશ્રીના તમામ લાભો આપવાના હતા પણ આ લોકોને આજ દીન સુધી કઈ પણ આપવામાં આવ્યું નથી. તેવો આક્ષેપ સ્થાનીક ગ્રામજનો કરી રહ્યા છે ગામમાં જયારે પણ પ્રાથમિક જરૂરિયાત ઊભી થાય ત્યારે પહેલા સરપંચને યાદ કરવામાં આવે છે. પણ આ ગામ રેવન્યુમાં ના હોય જેથી ગામમાં ગ્રામ પંચાયત પણ નથી જેથી સ્વાભાવિક રીતે સરપંચ પણ ના હોય. આ લોકો ગામની સમસ્યાની રજૂઆત કરે તો કરે કોને ? પંચાયત ઓફીસ ન જ હોય જેને લઈ ગામમાં આવકના દાખલા મળતા નથી, ૭/૧૨ કે ૮ ના ઉતારા મળતા નથી. ખેડૂતોને ૭/૧૨ અને ૮ અ ની નકલ ન મળતા સરકાર દ્વારા ખેડૂતોને જે સહાય, રાહત આપવાની જાહેરાત કરાઇ છે અને ખેડૂતોના ખાતામાં રૂપિયા ચુકવ્યા છે તે પણ આંબાખૂટના ગામના ખેડૂતોને મળ્યા નથી. આ ઉપરાંત આ ગામના લોકો જે સરકારી નોકરીની ભરતી બહાર પડે છે તો તેમાં પણ અરજી કરી શકતા નથી. ઉપરાંત સરકારની ખેડૂત લક્ષી યોજનાઓ અને ક્રોપ લોન પણ મેળવી શકતા નથી. જેને લઈને ખેતી કરીને ગુજરાન ચલાવતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે