દિલ્હી-

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)માં સપ્ટેમ્બરમાં નવા 14.9 લાખ સભ્ય સામેલ થયા હતા જ્યારે આ આંકડો ઓગસ્ટ, 2020માં 8.8 લાખ હતો, એમ તાજેતરમાં રજૂ કરવામાં આવેલા ડેટા દ્વારા જાણવા મળ્યું હતું. ઇપીએફઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પેરોલ ડેટા અનુસાર ચાલુ વર્ષે ઓગસ્ટમાં નવા 10.05 લાખ સભ્ય જાેડાયા હોવાનું જણાવાયું હતું, પરંતુ પાછળથી આ આંકડાને સુધારીને 808 લાખ કરાયા હતા. કોરોના મહામારી વચ્ચે માર્ચ,

2020માં નવા એન્રોલમેન્ટ (નવા સભ્ય સામેલ થવા)નો આંકડો 5.72 લાખ સુધી ઘટી ગયો હતો, જ્યારે ફેબ્રુઆરી, 2020માં નવા એન્રોલમેન્ટ 10.21 લાખ હતા, એમ મે દરમિયાન રજૂ કરાયેલા પેરોલ ડેટામાં જણાવાયું હતું. રજૂ કરાયેલા ડેટામાં જાણવા મળ્યું હતું કે એપ્રિલમાં નવા એન્રોલમેન્ટનો આંકડો માઇનસ 1,49,248 તો જ્યારે ઓક્ટોબરનો આંકડો માઇનસ 1,04,608 રહ્યો હતો એટલે કે ઇપીએફઓમાંથી દૂર થનારાઓની સંખ્યા નવા જાેડાનારાઓની સંખ્યા કરતા વધુ હતી. 

અગાઉ જુલાઇમાં રજૂ કરાયેલા એપ્રિલના નવા એન્રોલમેન્ટનો આંકડો એક લાખ હતી જેને ઓગસ્ટમાં સુધારીને ૨૦,૧૬૪ કરાયો હતો અને સપ્ટેમ્બરમાં તે માઇનસ 61,807 રહ્યો હતો.