દિલ્હી,

શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત પાંચમાં દિવસે સ્થિર રહી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં આ અઠવાડિયે ક્રૂડ તેલના ભાવ નોંધાયા છે. ગત સપ્તાહની તુલનામાં આ વખતે ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ બે ટકાનો વધારો થયો છે.

બેંચમાર્ક ક્રૂડ ઓઇલ બ્રેન્ટ ક્રૂડ આ અઠવાડિયે વધીને 43 ડોલરથી ઉપરની સપાટીએ પહોંચી ગયો હતો, પરંતુ સપ્તાહના અંતમાં તે થોડો સરકીને 42.80 ડોલરની સપાટી પર બંધ રહ્યો હતો. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 45 ડોલરની નીચે છે, ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની સંભાવના ઓછી છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પહેલાથી નોંધપાત્ર વધારો થયો છે.