દિલ્હી-

દુનિયાભરમાં કોરોનાની મહામારી વચ્ચે પણ વિવિધ દેશોમાં હથિયારોની અને સૈન્ય શક્તિ મજબૂત કરવાની હોડ જામેલી છે. જેના પગલે દુનિયાના વિવિધ દેશોના સૈન્ય પાછળના ખર્ચમાં એક વર્ષમાં જ ૧૫૦ લાખ કરોડ રુપિયાનો વધારો થયો છે.

૨૦૧૯ના મુકાબલે ૨૦૨૦માં સૈન્ય ખર્ચમાં ૨.૬ ટકાનો વધારો થયો છે. ૨૦૨૦માં સૈન્ય પાછળ સૌથી વધારે ખર્ચ કરનારા પાંચ દેશોમાં અમેરિકા, ચીન, ભારત, રશિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે. તેમણે સૈન્ય પાછળ ૧૪૬ અબજ ડોલર એક વર્ષમાં વાપર્યા છે. સૈન્ય પાછળ પૈસા વાપરવામાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ પાંચ દેશોનો દુનિયાભરમાં સૈન્ય શક્તિ પાછળ વપરાતી રકમમાં ૬૨ ટકા ફાળો છે. ચીને તો સતત ૨૬મા વર્ષે પોતાનો સૈન્ય ખર્ચ વધાર્યો છે. ભારતનુ સેના પાછળનુ બજેટ ૨૦૧૯ના મુકાબલે ૨૦૨૦માં બે ટકા જેટલુ વધઅયુ છે. તેની પાછળનુ મુખ્ય કારણ ચીન અને પાકિસ્તાન સાથે વધેલો તનાવ છે.

ટોચના પાંચ દેશોનો સૈન્ય ખર્ચ આ પ્રમાણે છે.

અમેરિકા ૭૭૮ અબજ ડોલર

ચીન ૨૫૨ અબજ ડોલર

ભારત ૭૨.૯ અબજ ડોલર

રશિયા ૬૧.૭ અબજ ડોલર

બ્રિટેન ૫૯.૨ અબજ ડોલર