સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' રિલીઝ થઈ છે. વાર્તાની શરૂઆત જમશેદપુરમાં રહેતી કિજી બાસુ એટલે કે સંજના સાંઘીથી થાય છે, જે કેન્સરની દર્દી છે. તેને તેના જીવનના કંટાળાને લઈને ઘણી ફરિયાદો છે અને તે જરા પણ ખુશ નથી. પરંતુ તે પછી મૈની એટલે કે સુશાંતસિંહ રાજપૂતની એન્ટ્રી થાય છે. ફિલ્મની વાર્તા, કલાકારોનો અભિનય અને એ.આર. રેહમાનનું સંગીત હૃદયસ્પર્શી છે.

આ ફિલ્મ પ્રખ્યાત નવલકથાકાર જોન ગ્રીનના પુસ્તક ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ પર આધારિત છે. ફિલ્મ દેશી ટચથી સંપૂર્ણ સજ્જ છે, અને તે દરેકના હૃદયને સ્પર્શી જાય છે. આ ફિલ્મ ઈમોસન્સ અને હળવી કોમેડી પર આધારિત છે અને આ જ ફિલ્મની યુ.એસ.પી. છે. સુશાંત સિંહ રાજપૂત તેમજ સંજના સંઘીએ તેમની ભૂમિકા બખૂબી ભજવી હતી.મૈની રજનીકાંતનો મોટો ચાહક છે અને જીવનમાં હંમેશા ખુશ રહે છે. મૈની પણ ઓસ્ટિઓ સાર્કોમા કેન્સરથી પીડિત છે, પરંતુ તે કિજી બાસુની જેમ ફરિયાદ કરતો નથી, પરંતુ તે પોતાની જાતમાં મસ્ત રહે છે. કીજી બાસુનું જીવન મૈનીને મળ્યા પછી સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે અને તે જીવનનો આનંદ માણવાનું પણ શરૂ કરે છે.  

કીજી અને મૈની મૃત્યુની લડતાં એક બીજાની નજીક આવે છે. મૈની હંમેશા કિજીના સ્વપ્નને પૂરા કરવામાં વ્યસ્ત રહે છે. કિજી બાસુનું સૌથી મોટું સ્વપ્ન એ છે કે તે પ્રખ્યાત ગાયક અભિમન્યુ વીર એટલે કે સૈફ અલી ખાનને મળે. મૈની તેનું એ સપનું પણ પૂરું કરે છે. પરંતુ તે દરમિયાન, કિજીને જીવન જીવવાનો મંત્ર શીખવતો મૈની દુનિયા છોડી દે છે. ફિલ્મની અંતિમ ક્ષણો આપણને હચમચાવી દે છે.