લોકસત્તા ડેસ્ક

હેલ્થ અને ફિટનેસને લઈને આજે બધામાં જાગૃતતા આવી રહી છે. આપણા પ્રધાનમંત્રી હોય કે અભિનેતા કે પછી કોઈ સામાન્ય માણસ બધા આજે યોગ એક્સરસાઇઝ અને પોતાના ખાનપાન પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. જ્યાં એક તરફ ભારત સરકાર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચલાવી રહી છે, ત્યાં બોલીવુડનાં અમુક સેલિબ્રિટિએ “વોટ ઇસ ઇન યોર ડબ્બા” ચેલેન્જ શરૂ કરી રહ્યા છે.

આ ડબ્બા ચેલેન્જ ટિ્‌વંકલ ખન્નાએ શરૂ કરી છે પણ આમાં અક્ષય કુમારથી લઈને કેટરીના કેફ અને મલાઈકા અરોરા પણ જાેડાઇ રહ્યા છે. આ રીતે તેઓ બધાને ઘરે બનાવેલ હેલ્ધી ખાવાનું ખાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. વળી આ ચેલેન્જ દ્વારા આપણે સેલિબ્રિટિઓનાં ખાનપાન વિશે પણ ખબર પડી રહી છે. ચલો તમને જણાવીએ કે આ સેલિબ્રિટિઓના ટિફિન બોક્ષમાં શું હોય છે.

ટિ્‌વંકલ ખન્નાના ડબ્બામાં બીટની ટીક્કી

ટિ્‌વનકલ ખન્ના એ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર સૌથી પહેલા પોતાની એક હેલ્થી રેસિપી શેયર કરતી હતી. ઈંઉરટ્ઠંજૈંહર્રૂેડ્ઢિટ્ઠહ્વહ્વટ્ઠ ચેલેન્જની શરૂઆત કરી. આને અંતર્ગત ટિ્‌વનકલે પોતાના પતિ અક્ષય સિવાય બીજા ઘણા બૉલીવુડ હસ્તીઓને નોમિનેટ કર્યા. આ ચલેન્જમાં ટિ્‌વનકલ એ જણાવ્યું કે એમને બીટની ટીક્કી ખુબજ પસંદ છે. આ સાથે જ એમણે તેની રેસિપી પણ જણાવી.

કેટરીના કેફને પસંદ છે ચટણી અને ઈડલી

કેટરીના કેફ ટિ્‌વનકલ ખન્ના દ્વારા શરૂ કરવામાં આવેલ “વોટ ઇસ ઇન યોર ડબ્બા” ચેલેન્જને લેવા માટે પ્રખ્યાત હસ્તીઓની યાદીમાં નવીનતમ છે. ડિજિટલ ઇન્ડિયાના ભાગ સ્વરૂપ કેટરીના કેફે સ્વસ્થ ભોજન વિશે એક વ્યાપક પોસ્ટ મુકી હતી અને નિશ્ચિત રૂપથી એના ડબ્બામાં શું છે? આ ભારતીય અભિનેત્રીના ડબ્બામાં ૩ ઈડલી સાથે ૩ જાતની ચટણી પણ હતી. તેઓએ લખ્યું કે પાલકની ચટણી, ટમેટાં અને બીટની ચટણી અને સાદી નારિયળની ચટણી હતી. તેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે “મારી માતાએ મને હમેશા કહ્યું છે કે સ્વસ્થ ભોજન જીવનની એક રીત હોવી જાેઈએ નહીં કે ડાયેટિંગ. એટલે આ મામલામાં હું અક્ષય સાથે પુરી રીતે સહમત છું. એટલે આ મારો સવારનો નાસ્તો છે. કેટરીના કેફે આ હેલ્થી નુસખા સાથે વરુણ ધવન અને ફિટનેસ ટ્રેનર યસમીન કરાચીવાલાને ચેલેન્જ લેવા માટે નોમિનેટ કર્યા.

અક્ષય કુમારના એવોકાડો ટોસ્ટ અને ચિયા પુડિંગ

જણાવી દઈએ કે કેટરીના કેફને અક્ષય કુમારે નોમિનેટ કરી હતી, જે પોતે પોતાની પત્ની ટિ્‌વનકલ ખન્ના દ્વારા નોમિનેટ થયા હતા. તેઓએ પોતાના ડબ્બા ચેલેન્જની તસ્વીર પોસ્ટ કરી હતી. અક્ષયે લખ્યું, “સ્વચ્છ ભોજન કરવું એ મારા માટે જીવન જીવવાની એક રીત છે. જે મને રોજ સવારે મારા કામ માટે પ્રોત્સાહિત કરે છે અને તાકાત આપે છે”. અક્ષય કુમારે પોતાની હેલ્થી રેસિપી શેયર કરતા કહ્યું કે હેલ્થી અને ટોન્ડ ફિઝિક માટે એવકાડો ટોસ્ટ અને ચિયા પુડિંગ લે છે. સાથે જ તેમણે આની રેસિપી પણ શેયર કરી હતી.

મલાઈકા અરોરાના ઝુકીની નુડલ્સ અને રેડ બેલ પેપર સોસ

પોતાની ફિટ એન્ડ ફાઇન બોડી માટે જાણીતી અભિનેત્રી મલાઈકા આરોડા એ પણ ટિ્‌વન્કલ ખન્ના દ્વારા નોમિનેટ થયાં પછી પોતાની એક હેલ્થી અને સિક્રેટ ડાયેટથી પડદો ઉઠાવ્યો છે. મલાયકાએ શેયર કરતા ઝુકીની નુડલ્સની સાથે રેડ બેલ પેપર એટલે કે લાલ સિમલા ર્મિચ પસંદ કરે છે. સાથે જ તેમણે એની રેસિપી પણ જણાવી.

સોનાલી બેન્દ્રેની મહારાષ્ટ્રીયન સ્ટાઇલ સાબુદાણા ખીચડી

એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ પણ પોતાની એક સિક્રેટ રેસિપી શેયર કરી હતી. તેમણે પારંપરિક રીતે સાબુદાણાની ખીચડી ખાવી પસંદ છે. તેમણે પારંપરિક રીતે બનાવેલ સાબુદાણાની ખીચડીની રેસિપી શેયર કરી હતી અને જણાવ્યું છે એ ટેસ્ટી અને હેલ્થી છે. આ રીતે ચેલેન્જમાં લગભગ બધાએ જણાવ્યું કે કઈ રીતે બપોરના જમવામાં ઘરનું જમવાનું પૌષ્ટિક જ નહીં પરંતુ તમારા વજન માટે અને બ્યુટી માટે પણ લાભકારી છે