કઠલાલના મલેકપુરા નજીવી બાબતે જૂથ અથડામણ થતા પાંચ ઘાયલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026  |   2178

કઠલાલના મલેકપૂરામાં નજીવી બાબતે જૂથ અથડામણ થઇ હતી.જેમાં બંને પક્ષોએ સામસામે મારામારી અને સશસ્ત્ર હુમલો કરતા બંને પક્ષના મળી પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે કઠલાલ પોલીસ સામસામી ફરિયાદ લઇ કુલ તેર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. કઠલાલના મલેકપૂરામાં રહેતા તસ્લીમબાનુ મલેક ઉ.૨૯ પરિવાર સાથે રહે છે. તા.૨ સપ્ટેમ્બર સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં આસપાસના લોકો આવી કારમાં આવેલા પાંચ શખ્સો છોકરા અને ભત્રીજાને માર મારે છે. જેથી મહિલા ઘરની બહાર નીકળી જાેતા કુટુંબી ઇર્શાદ દિકરા માહિરને કારમાં ખેંચીને લઇ જતા હતા. તેની સાથે જહીર, હસન, ઇસુબ, અલ્તાફ, શાહનવાઝ અને નોમાન ડંડાથી માર મારતા હતા.જેથી મહિલા અને તેના પતિ આશીકભાઈ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતા મહિલાને મારમાર્યો હતો.ત્યારે મોસીન વચ્ચે પડતા ઇર્શાદે ચપ્પુ મારવા જતા જમણા કોણી નીચેના ભાગે અને કાંડા પર વાગ્યું હતુ. જેથી બૂમાબૂમ કરતા સાસુ મુમતાઝબેન ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતા જહીરે મારમાર્યો હતો.આ બાદ આસપાસના લોકો દોડી આવી વધુ મારામાંથી છોડાવતા પાંચેય શખ્સોએ ધમકી આપી હતી.આ બાદ ઘવાયેલા મોસીનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.આ બનાવ અંગે તસ્લીમબાનુ મલેકે કઠલાલ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ત્યારે સામાપક્ષે ફેજલ મલેકે આઠ શખ્સો સામે ફરિયાદ આપતા પોલીસે તેર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution