લદ્દાખ,

ગાલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચેનો તણાવ હવે ઓછો થતો હોય તેવું લાગે છે. સોમવારે, ચીની સેનાએ તેના તંબુઓ ખસેડવાનું કરવાનું શરૂ કર્યું છે, પરંતુ હજી પણ ભારતે સતર્કતા જાળવી રાખી છે. સોમવારે રાત્રે ફાઇટર હેલિકોપ્ટર અપાચે ભારત-ચીન સરહદ નજીક તેનું ઓપરેશન કર્યું હતું. અહીં મોડી રાત્રે અપાચે, ચિનૂક સહીત અનેક એરફોર્સ વિમાનો ઉડતા જોવા મળ્યા હતા અને તેઓએ ચીન પર નજર રાખી હતી.

અપાચે હેલિકોપ્ટર ભારત-ચીન સરહદ આગળના સરહદ પર સર્વેલન્સ માટે ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેના સરહદ પર સતત પ્રેક્ટિસ કરી રહી છે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહી છે. અહીં અપાચે જ નહીં પરંતુ ચિનૂક ચોપર પણ પ્રેક્ટિસ કરતા હતા.

અપાચે હેલિકોપ્ટર ઉપરાંત મિગ -29 સહિતના ઘણા અન્ય લડાકુ વિમાનો અગાઉ લેહના આકાશમાં ઉડતા જોવા મળ્યા છે.