દિલ્હી-

પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વર્ષ 2017મા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લાઇન લીધો હતો, પરંતુ તે હંમેશાં લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરે છે. આફ્રિદીના નિવેદન કેટલીક વખતે તીખા થઈ જાય છે. શાહિદ આફ્રિદીના દિલમાં તાલિબાન પ્રત્યે પ્રેમ જાગી ગયો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ આવ્યા બાદ સૌથી વધારે ખુશી પાકિસ્તાનમાં છે. પહેલા પોતે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમના મંત્રીઓએ તાલિબાનનું ખૂબ સમર્થન કર્યું અને હવે દેશના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ પણ તાલિબાનનું સમર્થન કર્યું છે.

શાહિદ આફ્રિદીએ કહ્યું કે તાલિબાન આ વખતે સકારાત્મક વિચાર સાથે સત્તા પર આવ્યું છે. પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં શાહિદ આફ્રિદીને રિપોર્ટર્સને એમ કહેતા જોઈ અને સાંભળી શકાય છે કે તાલિબાન મહિલાઓને કામ કરવાની મંજૂરી આપી રહ્યું છે અને ક્રિકેટને પસંદ કરે છે. શાહિદ આફ્રિદી રિપોર્ટર્સને કહે છે કે નો ડાઉટ, તાલિબાન આવ્યું છે આ વખતે પરંતુ મોટા પોઝિટિવ માઇન્ડ સાથે આવ્યું છે. મહિલાઓને કામ કરવા દઈ રહ્યું છે. પોલિટિક્સમાં જવાની મંજૂરી છે અને મને લાગે છે કે તાલિબાનને ક્રિકેટ ખૂબ જ પસંદ છે.