દિલ્હી-

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, હાર્ટ કેર ફાઉન્ડેશનના પ્રમુખ અને પદ્મશ્રી ડો. કે. કે. અગ્રવાલનું 62 વર્ષની વયે સોમવારે રાત્રે 11.30 વાગ્યે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હોવાથી એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ હતા. ત્રણ દિવસ પહેલા જ તબિયત બગડવાના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહિના પહેલા જ ડો. કે. કે. અગ્રવાલને વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ તેમનું નિધન થયું હતું. ડો. કે. કે. અગ્રવાલને મેડિકલ ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરવા માટે વર્ષ 2010માં પદ્મશ્રીથી સન્માનિત કરવામા આવ્યા હતા. ડો. અગ્રવાલ કોરોના સંક્રમિત થયા બાદ તેમને એઈમ્સના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો. અગ્રવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર 28 એપ્રિલે જાણકારી આપી હતી કે, તેઓ કોરોના સંક્રમિત છે.સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોનાથી હવે ડોક્ટર્સ પણ નથી બચી શક્યા તેવામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાર્ટ કેર ફાઉન્ડેશનના પ્રમુખ તેમ જ પદ્મશ્રી ડો. કે. કે. અગ્રવાલનું કોરોનાના કારણે નિધન થયું છે.