મુંબઈ-
મુંબઈના મુલુંડ વિસ્તારમાં શનિવારે એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ૨૦ વર્ષીય યુવકે કથિતરીતે તેના પિતા અને દાદાની ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આ યુવકે તે ફ્લેટમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી. મુંબઈમાં આવેલા મુલુંડમાં શનિવારે સવારે આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ, આ યુવકનું નામ શાર્દુલ માંગલે હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકે કથિતરીતે તેના ૫૫ વર્ષીય પિતાની હત્યા કરી દીધી. તેના પિતા પ્રેરણાત્મક વક્તા તરીકેનું કામ કરતા હતા. પોલીસે આપેલી જાણકારી મુજબ આ યુવકની ઉંમર ૨૦ વર્ષ હતી. તે માનસિકરીતે બીમાર હતો અને તેની સારવાર ચાલી રહી હતી.
આ યુવકે કથિતરીતે પોતાના ૫૫ વર્ષીય પિતા અને ૮૫ વર્ષીય દાદાની ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. બાદમાં આ યુવક તેના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ યુવકના પિતા અને દાદાનું શબ ફ્લેટની અંદરથી મળી આવ્યું છે. પિતા અને દાદાના શરીર પર ચાકુથી કરાયેલા ઈજાના નિશાન જાેવા મળ્યા હતા.
જ્યારે આ ઘટના બની ત્યારે તે ઘરમાં કામ કરતો નોકર વૉશરૂમમાં છુપાઈ ગયો હતો. આ નોકરના જણાવ્યા મુજબ તેણે શાર્દુલને ચાકુ વડે પિતા પર હુમલો કરતા જાેયો હતો. પોલીસે આ યુવક સહિત તેના દાદા અને પિતાના શબનો કબ્જાે લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને શાર્દુલે આવું કેમ કર્યું તે વિશે વધુ જાણવા માટે નોકરની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે-સાથે પોલીસ સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments