નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની સોશિયલ મીડિયા એપ વીબો પરથી પોતાનો એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ આ માહિતી શેર કરી હતી.

ભારત સરકારે ચીન સામે પહલા કરતા 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. જેમાંથી એક ચીનનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પણ છે. તે ટ્વિટર જેવી એક સાઇટ છે. વડા પ્રધાન મોદીનું વીબો પર વેરિફાઇટ એકાઉન્ટ છે અને લગભગ અઢી મિલિયન લોકો તેમને ફોલો કરે છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતમાં 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પછી તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો હતો કે તેઓ પોતાનું વીબો એકાઉન્ટ બંધ કરી દેશે.

વડાપ્રધાન મોદી દ્વારા વીબો એકાઉન્ટ પર 115 પોસ્ટ કરવામાં આવી હતી. જે માટે નક્કી કરવામાં આવ્યું હતું કે તેને મેન્યુઅલી ડીલીટ કરવામાં આવશે. ઘણા પ્રયત્નો બાદ 113 જેટલી પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી. જ્યારે કે બે પોસ્ટ હજુ પણ રહી ગઈ છે કે જેમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે મોદીજીની તસવીર હતી. વીબો પરથી ચીનનાં રાષ્ટ્રપતિની તસવીર હટાવવી મુશ્કેલ છે જો કે કોઈ પણ રીતે તેને હટાવવામાં આવી. હવે પીએમ મોદીનાં એકાઉન્ટ પર કશું નથી જો કે જ્યારે પોસ્ટ ડીલીટ કરવાની શરૂઆત કરી હતી ત્યારે વડાપ્રધાન મોદીનાં 2 લાખ 44 હજાર ફોલોઅર્સ હતા.