પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર કૃપાણથી હુમલો કર્યો :૮ ટાંકા આવ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓગ્સ્ટ 2026  |   1980


મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુદ્વારા માતા સાહિબમાં નિહંગે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર કૃપાણથી હુમલો કર્યો. જાેકે, હુમલાખોર નિહંગને તે જ સમયે પકડી લેવામાં આવ્યો. અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે હુમલાખોર નિહંગ જસપાલ સિંહ સુખબીરની છાતી પર હુમલો કરીને હત્યા કરવાનો હતો. આરોપી નિહંગે સુખબીર બાદલ સામે આવતા જ પોતાની કૃપાણ કાઢીને તેમની છાતી તરફ વાર કર્યો, પરંતુ સુખબીર બાદલે પોતાનો હાથ આગળ કરી દીધો, જેના કારણે કૃપાણ છાતી સુધી પહોંચી નહીં અને હાથમાં ઘા થઈ ગયો.સુખબીર બાદલના હાથ પર કૃપાણથી લગભગ ૫ સેન્ટિમીટરનો કટ લાગ્યો. ડોકટરોને ૮ થી ૯ ટાંકા લેવા પડ્યા. નાંદેડના એસપી નિલાભ રોહને જણાવ્યું કે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની પૂછપરછમાં તેણે કહ્યું કે તે પંજાબમાં નશાને લઈને ગુસ્સામાં હતો. એટલા માટે તેણે સુખબીર બાદલ પર હુમલો કર્યો. આ મામલે, ગુરુદ્વારા પ્રબંધનના બાબા જગ્ગા સિંહે કહ્યું કે આરોપી જસપાલ સિંહ ૨ વર્ષથી ગુરુદ્વારામાં સેવા કરી રહ્યો છે. તે માનસિક રીતે સ્વસ્થ નથી.

સુખબીર બાદલ તેમની પત્ની હરસિમરત કૌર બાદલ સાથે ૧૨ ઑગસ્ટે નાંદેડ સાહિબ પહોંચ્યા હતા. નાંદેડ સાહિબમાં તેમણે તેમની પત્ની સાથે સાંજે અને રાત્રે સેવા કરી. હરસિમરત કૌર બાદલે રાત્રે દોઢ વાગ્યા સુધી વાસણ ધોવાની સેવા કરી. શ્રી નાંદેડ ગુરુદ્વારા સાહિબમાં સુખબીર બાદલ અને તેમના પરિવારે માથું ટેકવ્યું અને ત્યારબાદ સંચાલકોએ તેમને સન્માનિત કર્યા. ત્યારબાદ સુખબીર બાદલ આસપાસના ગુરુદ્વારામાં માથું ટેકવવા પહોંચ્યા. ગુરુદ્વારા માતા સાહિબ નાંદેડ શહેરથી લગભગ ૧૫ કિલોમીટર દૂર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution