/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

એક લાખની ખંડણી માગતાં ચાર બોગસ પત્રકારો ઝડપાયા

વડોદરા : મકરપુરા જીઆઈસીડીની એક કંપનીમાં ગેરકાયદે ઘુસી જઈ તેમજ કંપનીના મેનેજર સહિતના સ્ટાફને ધાકધમકી આપીને એક લાખની ખંડણી માંગનાર તેમજ કર્મચારીઓએ વિરોધ કરતા તેઓની પર હુમલો કરીને કારમાં ફરાર થયેલા સયાજી સમાચાર સાપ્તાહિકના નામે તોડ કરવા ગયેલા ચાર બોગસ પત્રકારોની મકરપુરા પોલીસે ગણતરીના સમયમાં અટકાયત કરી તેઓની પાસેથી કાર જપ્ત કરી હતી.

સુભાનપુરા વિસ્તારની સૈમી સોસાયટીમાં રહેતા ધીરેનભાઈ ફડિયા મકરપુરા જીઆઈડીસીમાં સાબર ઈન્સ્યુલેટીંગ કીટ સેન્ટર નામની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત ૧૫મી તારીખના બપોરે તેમની કંપનીના માલિક ઉત્તમલાલ શાહ જમવા માટે ઘરે જતા જ આશરે સવાર ત્રણ વાગ્યાના અરસામાં પ્રેસ લખેલી જીજે-૦૬-પીસી-૩૬૦૪ નંબરની રેનોલ્ટ કાર પરવાનગી વિના કંપનીના કમ્પાઉન્ડમાં આવી હતી અને કારમાંથી ચાર ઈસમો બહાર નીકળ્યા હતા જેમાં એકના હાથમાં વિડીઓ કેમેરો હતો. આ લોકોએ કંપનીમાં આવી ધીરેનભાઈને કહ્યું હતું કે અમે સયાજી સમાચાર સાપ્તાહિકમાંથી આવીયે છે અને ગર્વમેન્ટ-પોલીસની મંજુરીથી તમારી કંપનીમાં ઈન્ટરવ્યુ માટે આવ્યા છીએ, તમે ગેરકાયદે કંપની ચલાવો છે અને તમારા વિરુધ્ધ ન્યુઝ લખી તમારો ઈન્ટરવ્યુ ટીવીમાં બતાવવાના છે, જાે તમારે તેમ ના કરવુ હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે.

આ બનાવના પગલે અન્ય કર્મચારીઓ પણ ત્યાં આવી ગયા હતા અને તેઓએ કંપનીના માલિકને બોલાવવાની વાત કરી ચારેય ઈસમો પાસે આઈકાર્ડ માંગતા તેઓએ રકઝક કરી હતી અને કેમેરામેને મેનેજરના હાથમાં બચકુ ભર્યું હતું. તેેઓએ કર્મચારીઓ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી અને જાેઈ લેવાની તેમજ ઉઠાવી જવાની ધમકી આપી તેઓ કારમાં બેસી ફરાર થયા હતા. આ બનાવની મકરપુરા પોલીસ મથકમાં ગઈ કાલે ફરિયાદ નોંધાતા જ પોલીસે ખંડણી અને ધમકીનો ગુનો નોંધી કારનંબરના આધારે દિપક કંદોઈ સહિત ઉક્ત ચારેય બોગસ પત્રકારોને ઝડપી પાડ્યા હતા. આ ચારેયના કોરોના ટેસ્ટના રિપોર્ટ અને ઓળખપરેડ બાકી હોઈ પોલીસે હાલમાં તેઓની ઓળખ છતી કરી નથી અને આવતીકાલે તેની માધ્યમોમાં જાણ કરશે તેમ પીઆઈ કે એમ છાંસિયાએ જણાવ્યું હતું.

બોગસ પત્રકારે તોડ પાડવા માટે બનેવીની કાર લીધેલી

પોલીસે પોકેટકોપ મોબાઈલના આધારે કારના માલિકને તુરંત શોધી કાઢ્યો હતો અને તેની પાસેથી ગુનામાં વપરાયેલી રેનોલ્ટ કાર જપ્ત કરી હતી. કારમાલિકે જણાવ્યું હતું કે બનાવના દિવસે તેમની કાર તેમનો સાળો લઈ ગયો હતો પરંતું કયા કારણોસર લઈ ગયો તેની ખબર નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો મળી હતી કે આ ચાર આરોપીઓ પૈકીના એક આરોપી વિરુધ્ધ અગાઉ પણ નવાપુરા પોલીસ મથકમાં આ જ રીતે ધાકધમકી આપીને નાણાં પડાવવાનો અને ત્યારબાદ સ્ત્રી અત્યાચારનો ગુનો પણ નોંધાયેલો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution