કેલિફોર્નિયા

ઉત્તરી કેલિફોર્નિયા વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં હેલિકોપ્ટરમાં સવાર ચાર લોકોના મોત થયા છે.કેલુસા કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટે KXTV ને પુષ્ટિ આપી હતી કે રવિવારની દુર્ઘટનામાં ચાર લોકો માર્યા ગયા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "રોબિન્સન આર 66" હેલિકોપ્ટર રવિવારે બપોરે 1.15 વાગ્યે સેક્રામેન્ટોની ઉત્તરે કાલુસા કાઉન્ટીમાં ક્રેશ થયું હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક અહેવાલ સૂચવે છે કે હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હતા.FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ મામલાની તપાસ કરશે.