બેલારુસ-

ચૂંટણીમાં વિજયી બનેલા રાષ્ટ્રપતિ એલેકઝેન્ડર લુકાશેંકોનો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે લુકાશેંકોએ ચૂંટણીમાં છેતરપિંડી કરીને સત્તા મેળવી લીધી છે.જેમને આ પદ છોડવું જ પડશે. રશિયાની પશ્વિમી સરહદ પર આવેલું બેલારુસ 25 ઓગસ્ટ 1991થી સંયુક્ત રાષ્ટ્રથી અલગ થઈને સ્વતંત્ર દેશ બન્યો હતો. ત્યાર બાદ તેનું બંધારણ ઘડાયું અને જૂન 1994 માં પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 1994થી અત્યાર સુધીમાં પાંચ વખત ચૂંટણી યોજાઈ છે, પરંતુ હજુ પણ રાષ્ટ્રપતિ લુકાશેંકો જ છે. તેમના પર દરેક ચૂંટણીમાં ગડબડી કરવાના આરોપ લગાવવામાં આવ્યાં છે.

બેલારુસની રાજધાની મિસ્કમાં રવિવારે 2 લાખ લોકોએ રસ્તા પર આવીને તેમના રાજીનામાંની માંગ કરી છે. અહીંયા છેલ્લા સાત દિવસથી લુકાશેંકો સામે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. લુકાશેંકોએ કહ્યું હતું કે, નાટો મારી સરકાર પછાડવા માંગે છે.તેણે બેલારુસની સરહદ પર ફાઈટર જેટ તૈનાત કર્યાં છે. આ બાબતે નાટોએ જણાવ્યું હતું કે બેલારુસના ઘટનાક્રમ પર અમારી નજર છે, પણ અમારી સેનાની તૈયારીઓના કરવામાં આવી રહેલા દાવા પાયાવિહોણા છે.

બેલારુસના મીડિયા પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ સપ્તાહે બે વખત લુકાશેંકો સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે લુકાશેંકોને તમામ મદદ પહોંચાડવા માટે ભરોસો આપ્યો હતો.પુતિને કહ્યું હતું કે અમે જરૂર પડતા બંને દેશો વચ્ચે થયેલ સમજૂતી પ્રમાણે બેલારુસને સેનાની મદદ પહોંચાડવા માટે પણ તૈયાર છીએ. દેશ પર બહારથી દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તે નથી જણાવ્યું કે આ દબાણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે.જો કે રશિયામાં ઇંધણ પહોંચાડતી પાઇપલાઈન બેલારુસ થઈને જાય છે.રશિયા બેલારુસને નાટો સામે તેનો બફર ઝોન માને છે. રશિયા નથી ઇચ્છતું કે તેના બેલારુસ સાથેના સંબંધ બગડે. જો દેશમાં લુકાશેંકો સરકારની સત્તા પલટાય તો રશિયાને નુકસાન થઇ શકે છે.