/
ફ્રેન્ચ ઓપન : પુરુષ સિંગલ્સમાં ઝવેરેવ અને મહિલા સિંગલ્સમાં કસાટકીના ત્રીજા રાઉન્ડમાં

પેરિસ

જર્મનીના એલેક્ઝાંડર ઝ્‌વેરેવે ત્રીજા સેટમાં ક્વોલિફાયર રોમન સેફુલિનને સીધા સેટમાં હરાવીને ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના પુરુષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. બીજા રાઉન્ડમાં પાંચ સેટથી વિજય નોંધાવનાર ઝ્‌વેરેવે ચુસ્ત મેચમાં સેફુલિનને ૭-૬, ૬-૩, ૭-૬થી હરાવી હતી.

ક્લે કોર્ટ્‌સ પર યોજાનારી આ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ પહેલા ઝ્‌વેરેવ ઉત્તમ ફોર્મમાં હતો. મેડ્રિડમાં ખિતાબ જીત્યા પછી ઝવેરેવને રોલેન્ડ ગેરોસ ખાતેના ખિતાબ માટેના ટોચના દાવેદારોમાં માનવામાં આવે છે. ઝવેરેવે મેડ્રિડમાં વિશ્વના ભૂતપૂર્વ નંબર વન રાફેલ નડાલને પરાજિત કર્યો જે પેરિસમાં અજોડ રેકોર્ડ ધરાવે છે.

મહિલા સિંગલ્સમાં ૨૦૧૯ ની રનર-અપ માર્ક્‌વેતા વોન્ડ્રોસોવાએ વાઇલ્ડ કાર્ડ ધારક હાર્મોની ટેનને સીધા સેટમાં ૬-૧, ૬-૩થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.

આ અગાઉ ફ્રેન્ચ ઓપનમાં દસમી ક્રમાંકિત બેલિંડા બેન્સિકની ઝુંબેશ અટકી ગઈ હતી જ્યારે તે ડારિયા કસાટકીના સામે ૨-૬, ૨-૬થી હારી ગઈ હતી. કટેરીના સિનીકોવાએ બે મેચ પોઇન્ટ્‌સ બચાવ્યા બાદ ૨૯ મી ક્રમાંકિત વેરોનિકા કુડરમેટોવાને ૭-૬, ૫-૭, ૭-૫ થી હરાવી બહારનો રસ્તો બતાવ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution