રાજકોટ,તા.૧૭

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. આ મેચનો આજે ત્રીજાે દિવસ છે. પ્રથમ બે દિવસમાં ભારતીય ટીમ ૪૪૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઈંગ્લેન્ડે બીજા દિવસના અંતે ૨૦૭ રન બનાવ્યા હતા. ઇંગ્લિશ ટીમ ડ્રાઇવિંગ સીટ પર હતી પરંતુ અશ્વિન વિના ત્રીજી મેચમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાના બોલરોએ અજાયબી કરી નાખી હતી. બંને ભારતીય પેસરો અને સ્પિનરો ચમક્યા અને મુલાકાતી ટીમ ૩૧૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતને પ્રથમ દાવના આધારે ૧૨૬ રનની લીડ મળી હતી. મોહમ્મદ સિરાજે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી.ઈંગ્લેન્ડની ઈનિંગ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમ ૧૨૬ રનની લીડ સાથે રહી ગઈ હતી. આ પછી બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે રોહિત શર્માના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ માત્ર ૩૦ રનમાં ગુમાવી દીધી હતી. રોહિત શર્મા ૧૯ રન બનાવીને આઉટ થયો હતો. હવે યશસ્વી જયસ્વાલે ૧૨૨ બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી છે. તેણે ૮૦ બોલમાં પચાસ રન પૂરા કર્યા હતા અને તે પછી તેણે ૫૦ થી ૧૦૦ સુધીની સફર ખૂબ જ ઝડપથી પૂરી કરી હતી. શુભમન ગિલે પોતાની અડધી સદી પૂરી કરી. ત્રીજા દિવસના અંતે ભારતનો સ્કોર બે વિકેટે ૧૯૬ રન હતો. યશવી જયસ્વાલ ૧૦૪ રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. જ્યારે શુભમન ૬૫ રન બનાવીને અણનમ છે. રજત પાટીદાર ફરી નિરાશ થયો અને ૧૦ બોલ રમ્યા બાદ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ભારતની કુલ લીડ ૩૨૨ રન પર પહોંચી ગઈ છે.ભારતીય બેટ્‌સમેનોએ પણ આ મેચમાં ખાસ કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા લાંબા સમયથી રન બનાવી રહ્યો ન હતો, પરંતુ રાજકોટ ટેસ્ટમાં રોહિત શર્માએ ૧૩૩ રનની શાનદાર ઇનિંગ રમી છે. આ ઉપરાંત ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી છે. આ મેચમાં લાંબા સમયથી રાહ જાેઈ રહેલા સરફરાઝ ખાનને રમવાની તક મળી અને બેટ્‌સમેને બતાવ્યું કે તે શા માટે ભારત માટે રમવા માટે લાયક છે. આ ખેલાડીએ માત્ર ૬૬ બોલમાં ૬૨ રનની ઇનિંગ રમી છે.