લંડન

વર્લ્ડ નંબર વન પુરૂષ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે વિમ્બલ્ડન ૨૦૨૧ ની શરૂઆત શાનદાર વિજય સાથે કરી છે. તેણે પ્રથમ રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનના જેક ડ્રેપરને ૪-૬, ૬-૧, ૬-૨, ૬-૨ થી હરાવ્યો. જોકોવિચે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરી અને બે કલાકથી વધુ સમય સુધી ચાલેલો મુકાબલો જીતી ગયો.

પ્રથમ સેટમાં ડ્રેપર વિશ્વના નંબર વનને હરાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સેન્ટર કોર્ટની લપસી જવાય તેવી પીચ પર જોકોવિચને સંતુલન બનાવવાનું સતત મુશ્કેલ લાગ્યું. જો કે જોકોવિચ આગલા સેટમાં પાછો ફર્યો અને ત્રીજા સેટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું. ભલે ડ્રેપરે આકર્ષક લડાઇની ભાવના દર્શાવી છતાં જોકોવિચે અંતિમ સેટમાં મેચ જીતી લીધી.

જોકોવિચ માટે શાનદાર વર્ષ રહ્યું છે અને તેણે અત્યાર સુધીમાં બે ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. જોકોવિચે આ વર્ષની શરૂઆત ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને કરી હતી. તાજેતરમાં જ તેણે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો. તે ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં રાફેલ નડાલ સામે રમ્યો અને રોમાંચક મેચમાં જીત મેળવી. તે ફક્ત જોકોવિચનું બીજું ફ્રેન્ચ ઓપન ખિતાબ હતું.