સેન્ટ લુસિયા

ચોથી ટી-20 મેચ વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેન્ટ લુસિયા (ડેરન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ગ્રોસ આઇલેટ, સેન્ટ લ્યુસિયા) માં રમાઈ હતી, જેમાં મુલાકાતી ટીમે 4 વિકેટે જીત મેળવી હતી. વેસ્ટ ઇન્ડીઝ 5 ટીમોની આ ટી-20 શ્રેણી પહેલાથી જ કબજે કરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા હવે સન્માનની લડાઇ લડી રહ્યું છે. શ્રેણીની અંતિમ મેચ 16 જુલાઇએ આ સ્ટેડિયમ ખાતે રમાશે.

મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. ટીમને ટૂંક સમયમાં મેથ્યુ વેડ (5) ના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. આ પછી કેપ્ટન એરોન ફિંચે મિશેલ માર્શ સાથે મળીને બીજી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી ટીમને કટોકટીમાંથી બચાવી હતી.

ફિંચે 37 બોલમાં 8 બાઉન્ડ્રીની મદદથી 53 રન બનાવ્યા, જ્યારે માર્શે 44 બોલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 75 રન બનાવ્યા. આ સિવાય ડેનિયલ ક્રિશ્ચિયનએ અણનમ 22 રન બનાવ્યા હતા. વિરોધી ટીમ તરફથી હેડન વોલ્શે 3 વિકેટ લીધી હતી.

લક્ષ્યનો પીછો કરતાં લેન્ડલ સિમન્સ અને એવિન લુઇસે વેસ્ટ ઇન્ડીઝને શાનદાર શરૂઆત આપી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી નોંધાઈ હતી. લુઇસે 31 રન બનાવ્યા, જ્યારે સિમોન્સે 12 બાઉન્ડ્રીની મદદથી 48 બોલમાં 72 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી.આ સિવાય ફેબિયન એલેને 29, જ્યારે આન્દ્રે રસેલે અણનમ 24 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીતાળી શક્યો નહીં. વેસ્ટ ઇન્ડીઝ નિર્ધારિત 20 ઓવરમાં 185/6 થી આગળ વધી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શે 3, જ્યારે એડમ ઝમ્પાએ 2 વિકેટ લીધી હતી.