પેરિસ

ચેકની જોડી બાર્બોરા ક્રેજિસ્કોવા અને કટારિના સિનાઆકોવા ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમની મહિલા ડબલ્સ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી છે. ક્રેજેસિકોવા અને સિનીકોવા સેમિ-ફાઇનલમાં પોલેન્ડની મેગ્દા લિનેટ અને અમેરિકન બર્નાર્ડા પેરા સામે ૬-૧, ૬-૨થી જીત સાથે મહિલા ડબલ્સ ફાઇનલમાં પહોંચી હતી.

ક્રેજિસ્કોવાએ ગુરુવારે મારિયા સકરીને હરાવીને સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જેથી તે રોલાન્ડ ગેરોસમાં ૨૦૦૦ માં મેરી પિયર્સ પછી બંને ટાઇટલ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બનવાની કોશિશ કરશે. સિંગલ્સ ટાઇટલ મેચમાં તે રશિયાની એનાસ્તાસિયા પાવલ્યુચેન્કોવા સામે ટકરાશે.

મિક્સ ડબલ્સ સેમિફાઇનલમાં અમેરિકાની બેથની મેટ્ટેક-સેન્ડ્‌સ અને પોલેન્ડની ઇંગા સ્વિટેકનો મુકાબલો રોમાનાની ઇરિના કેમેલિયા બેગુ અને આજેર્ન્ટિનાની નાદિયા પોડોરોસ્કા સાથે થશે.