લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026 |
1287
ઓગસ્ટ મહિનાનાં પ્રથમ રવિવારે ઉજવાતા ફ્રેન્ડશિપ ડેને લઈને સુરતના બજારમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ફ્રેન્ડશિપ બેલ્ટ, બેન્ડ, કાંડા, કી-ચેઇન અને ગિફ્ટ આઈટમનું વેચાણ શરૂ થઈ ગયું છે. રંગબેરંગી તથા આકર્ષક ડિઝાઇનનાં ફ્રેન્ડશિપ બેલ્ટ ગ્રાહકોને આકર્ષી રહ્યાં છે. યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને અનોખી રીતે શુભેચ્છા પાઠવવા માટે વિવિધ પ્રકારનાં બેલ્ટની ખરીદી કરી રહ્યાં છે.