દિલ્હી-

ફેમશ અમેરિકી બિઝનેસ પત્રિકા ફોર્બ્સમાં ઉત્ત્‌|ર પ્રદેશના ગોરખપુરની શ્રીતિ પાંડેને એશિયાના સર્વશ્રેષ્ઠ યુવા વૈજ્ઞાનિકમા સામેલ કરવામાં આવ્યા છે. ફોર્બ્સની આ યાદીમાં ૩૦ અથવા તેથી નાની ઉંમરના યુવા વૈજ્ઞાનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને ઉઘોગ વિનિર્માણ અથવા ઉર્જા ક્ષેત્રે કોઈ મોટી શોધ કરી હોય, જે સમાજને, ઉઘોગ જગતને ખૂબ ઉપયોગી સાબિત થઇ હોય. શ્રીતિને આ ઉપલબ્ધિ તેની શોધ માટે આપવામાં આવી છે. શ્રીતિએ ઘઉંના ડુંડા અને ભૂસામાંથી બનાવેલી પેનલ દ્વારા ઓછા ખર્ચે ટકાઉ મકાન બનાવવાની શોધ કરી છે. શ્રુતિએ સૌથી પહેલા પ્રયોગ એમજે ઇન્ટર કોલેજમાં કર્યો હતો. ત્યારબાદ મધ્યપ્રદેશના અનેક ભવનો અને ગત વર્ષે બિહારમાં એક હોસ્પિટલ ખુબ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવી. આ માટે સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા પણ શ્રીતિને સન્માનિત કરવામાં આવી છે. સંઘે આ પ્રયોગ માટે તેને ૨૦૧૯માં સન્માનિત કરી હતી. એશિયા સર્ટીમાં નામ સામેલ થવાથી ખુશખુશાલ શ્રીતિએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટ પ્રદેશ સરકાર સ્ટાર્ટઅપમાં સામેલ કર્યો છે. આ પ્રયોગને લોકો સુધી પહોંચાડવા માટે કંપની સ્થાપિત કરવામાં આવી છે. ગોરખપુરની આસપાસ તેનો ઉપયોગ થશે અને પૂર્વાચલના લોકોને તેનો સૌથી વધારે લાભ મળશે.