નવસારી, આહવા અને માંડવીમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026  |   1485

૧૫મી ઓગસ્ટે ભારત દેશ સ્વતંત્રતાના ૮૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે રાજ્યમાં ઠેર-ઠેર ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વતંત્રતા પર્વની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે ગુરુવારે દક્ષિણ ગુજરાતના વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે નવસારી સહિત આહવા અને માંડવીનું વાતાવરણ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. નવસારી, આહવા અને માંડવીના રસ્તાઓ જાણે તિરંગાના રંગમાં રંગાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution