અમદાવાદ-

બોર્ડની ચૂંટણીમાં 36 ઉમેદવારો માટે રાજ્યમાં 107 મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાઈ રહી છે. જે 6175 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.. નવ બેઠકોમાંથી બી.એડ.કોલેજ આચાર્યની બેઠક અને સરકારી સ્કૂલના શિક્ષકની બેઠક સહિત બે બેઠક બિનહરીફ થતાં હવે 7 બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે. સ્કૂલ આચાર્યની એક બેઠક માટે ત્રણ ઉમેદવાર, સંચાલક મંડળના પ્રતિનિધિઓની બેઠક માટે 6000 ઉચ્ચતર બુનિયાદી શિક્ષકની એક બેઠક માટે ચાર ઉમેદવાર, માધ્યમિક શિક્ષકની એક બેઠક માટે ઉમેદવાર વહીવટી કર્મચારી મંડળની એક બેઠક માટે ઉમેદવાર, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક માટે ત્રણ ઉમેદવાર અને વાલીમંડળની બેઠક માટે ચાર ઉમેદવાર સહિત 24 ઉમેદવારો મેદાનમાં છે.
વહેલી સવારથી 8 વાગ્યાથી જ મતદાન મથકો ઉપર મતદારો આવ્યા હતાં. જ્યારે મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું કે હાલમાં સમગ્ર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. દરેક મતદાન મથકો ઉપર ચૂંટણી અધિકારી મૂકવામાં આવ્યા છે જેથી કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય નહીં. આ ઉપરાંત હાલમાં કોરોનાને ધ્યાનમાં લઈને કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે.