લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, સપ્ટેમ્બર 2026 |
2970
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ વિઝા પૉલિસી આકરી બનાવવાની હિમાયત કરે છે. અગાઉ ઘણાં નાના-મોટા ફેરફાર કરી નાખ્યા હોવાથી ભારતીયો સહિત વિદેશી નાગરિકો માટે અમેરિકાની રાહ મુશ્કેલ બની છે. હવે એચ-૧બી વિઝા મેળવીને અમેરિકા ગયેલા ભારતીયોના જીવનસાથીને મળતા વર્ક વિઝા પર ટ્રમ્પની નજર છે.અમેરિકન સરકાર એચ-૪ વિઝાના નિયમો બદલવાની તૈયારીમાં છે. સરકારે તાત્કાલિક અસરથી કોઈ ફેરફાર કર્યાે નથી, પરંતુ ભવિષ્યમાં નિયંત્રણ આવે તેવી શક્યતા છે.અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એક રેગ્યુલેટરી એજન્ડામાં નવો પ્રસ્તાવ મૂક્યો છે. એ પ્રમાણે અમેરિકાના પ્રોફેશ્નલ વિઝા લઈને ગયેલા વિદેશી નાગરિકના જીવનસાથીને જે એચ-૪ વિઝા મળે છે તેમાં એમ્પ્લોઈમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટની વ્યવસ્થા ખતમ કરવાની વિચારણા છે. તેનો અર્થ એ કે એચ-૪ સ્પાઉસ કેટેગરીના વિઝા મેળવીને નોકરી કરવાની જે તક મળે છે એ નહીં મળે. આ કેટેગરીના વિઝા લઈને અમેરિકા આવનારા જીવનસાથીને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટની તક મળે છે. એ અંતર્ગત અમેરિકામાં વર્ક વિઝા મેળવનારના જીવનસાથી પાસે કોઈ યોગ્યતા હોય તો એને નોકરી મળી શકે છે. જાે આ કેટેગરીમાં એમ્પ્લોઈમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટની સગવડ ખતમ કરી દેવામાં આવે તો જીવનસાથીને વર્ક કરવાની તક મળે નહીં.જાેકે, અમેરિકાની સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે અત્યારે તાત્કાલિક અસરથી આ પગલું ભરવામાં આવ્યું નથી.