ધોળકાના ભેટાવાડામાં દૂષિત પાણીના વિરોધમાં ૧૩ દિવસથી ચાલતાં ખેડૂતોે આંદોલનનો સુખદ અંત આવ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2026  |   4257

ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે દૂષિત ગટર અને કેમિકલયુક્ત પાણીના વિરોધમાં પાછલા ૧૩ દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન આજે સુખદ અંત આવ્યો છે. આ સુખદ અંત આજે સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની મધ્યસ્થતા અને ખાતરી આપતાં આંદોલન સમેટાયું છે. આખી વાત એવી છે કે, ધોળકા બેઠકના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ આજે ધોળકા તાલુકાના ભેટાવાડા ગામ ખાતે અગ્રણીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો હતો.

જેમાં ગ્રામજનોની તમામ વ્યાજબી માંગણીઓ સ્વીકારી પ્રશ્નોના ઝડપી તથા કાયમી નિરાકરણની ખાતરી આપી હતી. તેમજ દૂષિત પાણીથી ખેતી, જમીન અને આરોગ્યને થઈ રહેલા નુકસાન અંગે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને ૧૨ મુદ્દાનું માગણીપત્રક સોંપવામાં આવ્યું હતું. જે અંગે આ મુદ્દાઓ પર સકારાત્મક વલણ અપનાવતા ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ તંત્ર અને સંબંધિત અધિકારીઓ સાથે તાત્કાલિક સંકલન સાધી નીચે મુજબના મહત્વના ર્નિણયોની જાહેરાત કરી હતી. તેમજ દૂષિત પાણી પર રોક આવે તેની માટે ભેટાવાડાની સીમમાં આવતું કેમિકલયુક્ત પાણી બંધ કરી, નગરપાલિકા દ્વારા અપાતું ગંદુ પાણી તાત્કાલિક અસરથી રોકી વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. તેમજ પ્રદૂષિત પાણી ગામમાં આવતું અટકાવવા કાંસ પાસે ૫ ફૂટ પહોળી અને રોડ લેવલથી ૫ ફૂટ ઊંચી મજબૂત ઇઝ્રઝ્ર દીવાલ બનાવી કાંસ પૂરવામાં આવશે.

ઉપરાંત નર્મદાના શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઊભી કરાશે. સાથોસાથ ખેતીની જમીન અને પાણીના નમૂનાની લેબોરેટરી તપાસ કરાશે. તેમજ જીપીસીબી અને ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરની અત્યાર સુધીની કામગીરીની તપાસ તથા પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. દૂષિત પાણીના કારણે કેન્સર, ચામડીના રોગો અને પાકને થયેલા નુકસાનનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર તથા સારવાર આપવા તંત્રને સૂચના અપાઈ છે. આમ આ ર્નિણયથી ભેટાવાડા ઉપરાંત આસપાસના ત્રાંસદ, પાલડી, નેસડા અને આંબારેલી ગામના લોકોને પણ મોટી રાહત મળશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution