મુંબઇ 

પોલેન્ડનાં આ નિર્ણય લીધો છે કે, તે તેનાં શહેર વ્રોકલા માં એક ચોકનું નામ બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન નાં પિતા હરિવંશ રાય બચ્ચનનાં નામ પર રહેશે. આ વાતની જાણકારી ખુદ અમિતાભ બચ્ચને તેમનાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી છે. જોકે આ પહેલી વખત નથી, જ્યારે અમિતાભ બચ્ચનનાં પિતાજીને સમ્માનિત કરવામાં આવી રહ્યાં છે. આ પહેલાં પણ વર્ષ 2019માં યૂરોપનાં સૌથી જૂના ચર્ચમાંથી એખ પોલેન્ડમાં હરિવશં રાય બચ્ચન માટે પ્રાર્થના કરી હતી.


અમિતાભ બચ્ચને રવિવારે તેમનાં ઇનસ્ટાગ્રામ પેજ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં લખ્યું છે, 'Square (ચોક) હરિવંશ રાય બચ્ચન, વ્રોકલા.' આ સાથે જ અમિતાભ બચ્ચને તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, 'પોલેન્ડે નિર્ણય કર્યો છે કે, વ્રોકલામાં એક ચોકનું નામ તેમનાં પિતાનાં નામ પરથઈ રાખવું પડે છે. દશેરા પર આનાંથી મોટી ગિફ્ટ કંઇ ન હોઇ શકે, પરિવાર માટે, વ્રોકલામાં ભારતીય સમાજ માટે અને ભારતીય સમાજ માટે અને ભારત માટે અત્યંત ગર્વની ક્ષણ..' અમિતાભ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. અમિતાભની આ પોસ્ટ બાદથી લોકો સતત તેમને વધામણા આપી રહ્યાં છે અને સાથે જ આ સૌ માટે ગર્વની વાત છે.