હાથરસ-

હાથરસ કેસમાં એક તરફ તોફાનોના ષડયંત્રના ઘટસ્ફોટ થઈ રહ્યા છે, બીજી તરફ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીડિત પરિવારજનો ગામ છોડવાની વાત કરી રહ્યો છે. પરિવારે મીડીયાને કહ્યું છે કે તેઓ ડરમાં જીવે છે અને ગામમાં કોઈ તેમની મદદ કરી રહ્યું નથી.

મીડીયા સાથે વાત કરતાં પીડિતાના પિતા અને ભાઈએ કહ્યું કે તેઓ ડરી ડરીને જીવી રહ્યા  છે. ગામમાં કોઈ તેમને મદદ કરી રહ્યું નથી. આરોપીના પરિવાર તરફથી વતી દબાણ કરવામાં આવી રહ્યું છે. પરિવારે એમ પણ કહ્યું હતું કે અમારી સાથે બનેલી ઘટના બાદ કોઈ પાણી પણ નથી પુછતું  લોકો આપણને મદદ કરવાને બદલે, અમારાથી અંતર રાખી રહ્યા છે. તેથી અમારી પાસે કોઈ રસ્તો નથી બીજો બાકી નથી, અમે કોઈ સંબંધીની જગ્યાએ જઈશું.

પીડિતાના પિતાએ કહ્યું કે, અમને અમારી મોત દેખાઇ રહી છે. અમે વિચારીએ છીએ કે અમે ક્યાંક સંબંધીઓના ઘરે જતા રહીએ. ગભરાટના કારણે ઘણા લોકો પૂછવા આવતા નથી,અમે ભીંખ માંગીને ખાઇશુ પણ આ ગામમાંથી જતા રહીશું. પીડિતાના મોટા ભાઈએ કહ્યું કે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીં રોકાવું મુશ્કેલ છે. નાના ભાઈને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. પીડિતાના નાના ભાઈએ કહ્યું કે કોઈ તમને પૂછવા નથી આવ્યું કે તમે ભૂખ્યા છો કે કેવી રીતે. અમને કોઈ ચા પુછવા નહોતું આવ્યું.