વજન ઘટાડવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી હોય છે. ઘણાં લોકોને વારંવાર ભૂખ લાગતી હોય છે, જે ઘણીવાર બોડીમાં પાણીની કમીને કારણે પણ થતું હોય છે. જેથી વજન ઘટાડવા માટે પાણીનું ખૂબ જ મહત્વ છે. એ જ રીતે જો પાણીમાં કેટલીક ફેટ બર્નિંગ વસ્તુઓ મિક્સ કરીને લેવામાં આવે તો મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને ફેટ બર્નિંગ જલ્દી થાય છે. અહીં જણાવેલી ડિટોક્સ ડ્રિંક તમે પીશો તો ઝડપથી વજન ઉતરશે, મેટાબોલિઝ્મ બૂસ્ટ થેશે અને સાથે જ શરીરમાં રહેલાં હાનિકારક તત્વો પણ દૂર કરશે.

તજની ડિટોક્સ ડ્રિંક :

વજન ઓછું કરવા માટે તજ ખૂબ જ કારગર માનવામાં આવે છે. તમે ડિટોક્સ ડ્રિંકમાં તેનો ઉપયોગ કરો તો તેનાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને પેટની ચરબી પર ઘટાડવામાં તે મદદ કરે છે. તેના માટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 નાની ચમચી તજનો પાઉડર મિક્સ કરો. રાતે સૂતી વખતે રોજ આ ડ્રિંક પીવો. આનાથી ઝડપથી પોઝિટિવ રિઝલ્ટ મળશે.

લીંબુ અને આદુની ડિટોક્સ ડ્રિંક:

વજન ઘટાડવા માટે ડિટોક્સ ડ્રિંકનું યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે. લીંબુ અને આદુમાંથી બનતી આ ડ્રિંક સવારે ખાલી પેટ પીવી. આ શરીરને તાકાત આપવાની સાથે મેટાબોલિઝ્મ બૂસ્ટ કરે છે. 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધાં લીંબુનો રસ અને 1 ઈંચ ગ્રેડ કરેલું આદુ મિક્સ કરો. રોજ સવારે 2 મહિના સુધી આ ડ્રિંક પીવાથી મેજિકલ અસર દેખાશે.

કાકડી અને ફુદીનાની ડિટોક્સ ડ્રિંક:

આ ડ્રિંક બોડીના હાનિકારક તત્વો દૂર કરવાની સાથે એક્સ્ટ્રા ફેટ પણ ઘટાડે છે. તેના માટે 1 બોટલમાં પાણી ભરી તેમાં કાકડીના ટુકડા અને ફુદીનાના થોડાં પાન નાખીને થોડીવાર રાખી દો. આવું કરવાથી ફુદીના અને કાકડીના પોષક તત્વો પાણીમાં મિક્સ થઈ જાય છે અને આ પાણી પીવાથી બોડી ફેટ ઘટવા લાગે છે.