લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, સપ્ટેમ્બર 2026 |
4158
દિલ્હીના પ્રતિષ્ઠિત સાઉથ કેમ્પસ પાસે આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં તાજેતરમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે બોય્ઝ પીજી તરીકે વપરાતી બે ઇમારતો અચાનક ધરાશાયી થતાં ૭ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે, જ્યારે કાટમાળમાંથી ૧૨ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે, આ ઘટના માટે માત્ર બિલ્ડિંગનો માલિક જ નહીં, પરંતુ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહેલું મ્યુ. કોર્પોરેશન પણ એટલું જ જવાબદાર છે.
દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલીPIL પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસની બેન્ચે દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર, MCD, , દિલ્હી પોલીસ, દિલ્હી યુનિવર્સિટી અને નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનને નોટિસ પાઠવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેઓ દિલ્હી સરકાર, કેન્દ્ર અને MCD, તરફથી હાજર રહેશે. કોર્ટે આ ઘટનાને અત્યંત દર્દનાક અને કમનસીબ ગણાવી હતી અને કેસની આગામી સુનાવણી ૨૬ સપ્ટેમ્બરે નિયત કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે બહારના રાજ્યોમાંથી દિલ્હી ભણવા આવતા યુવાનો માટે ડ્ઢેં પાસે પૂરતા હોસ્ટેલની વ્યવસ્થા નથી, જેના કારણે વિદ્યાર્થીઓએ નાછૂટકે અસુરક્ષિત ખાનગી પીજીમાં રહેવું પડે છે. કોર્ટે MCD, ને ઉચ્ચ સ્તરે તપાસ કરવાનો આદેશ આપ્યો છે કે ધરાશાયી થયેલી ઇમારત પરવાનગી સાથે બની હતી કે નહીં. કોર્ટે અવલોકન કર્યું કે પીજી માલિકો મંજૂરી વિના વધારાના માળ બાંધી દે છે. મંજૂરી કદાચ ૨ માળની હોય અને બિલ્ડિંગ ૭ માળનું ખડકી દેવામાં આવે છે, જે આવી હોનારતોનું મુખ્ય કારણ બને છે. હાઈકોર્ટે MCD, ને સમગ્ર દિલ્હીમાં ચાલતાPG હોસ્ટેલોનું તાત્કાલિક ઓડિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથોસાથ દિલ્હી યુનિવર્સિટી પાસે પણ બહારથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા અને ઉપલબ્ધ હોસ્ટેલોનો ડેટા મંગાવ્યો છે. દુર્ઘટના બાદ દક્ષિણ દિલ્હી પોલીસે ફરાર થઈ ગયેલા બિલ્ડિંગ માલિક હરિરામ બંસલની ધરપકડ કરી લીધી છે. પોલીસ ટીમે તેના પાલમ વિહાર સ્થિત ઘરે દરોડા પાડ્યા બાદ તેને રાજસ્થાનના ભિવાડી ખાતેથી ઝડપી પાડ્યો છે.
ઈમારતના ફરાર માલિકને પોલીસે દબોચ્યો દિલ્હીના સત્ય નિકેતનમાં ૫ માળની ઈમારત તૂટી પડવાના મામલે એક મોટા સમાચાર આવ્યા છે. પોલીસે બિલ્ડિંગના માલિક હરિરામ બંસલને પકડ્યો છે. અકસ્માત બાદ તે ફરાર હતો અને પોલીસ તેની શોધમાં હતી. હાલ તેની પૂછપરછ થઈ રહી છે. પોલીસે હરિરામ બંસલ સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ઈમારતનો ઉપયોગ હોસ્ટેલ ડેઝ નામથી પીજી તરીકે થતો હતો. જ્યાં અનેક વિદ્યાર્થીઓ રહેતા હતા. અકસ્માત સમયે પણ ઈમારતમાં વિદ્યાર્થીઓ હાજર હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગના માલિક હરિરામ બંસલને પોલીસે અટકાયતમાં લીધો છે. ઘટના બાદથી તે ફરાર હતો અને પોલીસે તેના વિરુદ્ધ લૂટઆઉટ નોટિસ બહાર પાડી હતી. પોલીસે તેને રાજસ્થાનના ભિવાડીથી અટકમાં લીધો છે. હાલ તેની પૂછપરછ ચાલુ છે. પોલીસે સાઉથ કેમ્પસ પોલિસ સ્ટેશનમાં ઈમારતના માલિક હરિરામ અને અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કરેલો છે.