ધર્મશાળા-

દેશમાં આ સમયે ચોમાસુ ક્યાક રોદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે તો ક્યાંક લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળાથી આજે એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમા સ્પષ્ટપણ જોવા મળી રહ્યું છે કે વરસાદ કોઈને આબાદ પણ કરી શકે છે અને બરબાદ પણ કરી શકે છે. ધર્મશાળામાં વરસાદ બાદ અચાનક પૂર આવ્યું હતું. આને કારણે અનેક સ્થળોએ મકાનો ધોવાઈ ગયા હતા, અનેક સ્થળોએ આવેલા વાહનો પણ ધોવાઈ ગયા હતા. ધર્મશાળામાં ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં ભગસૂનાગનું પાર્કિંગ પણ તળાવમાં ફેરવાઈ ગયું છે. ધર્મશાળાનુ ભગસુનાગ ઝરણુ શહેરમાં કહેર વર્તાવી કહ્યું છે. ઉપરવાસમાં વરસાદના કારણે ઝરણુમાં પાણીનુ વહેણ વધ્યું હતુ. પાણીનો પ્રવાહ વધતા શહેરમાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું અને આ પ્રવાહમાં કેટલીય ગાડીઓ વહી ગઈ હતી. એક તરફ દિલ્હી-NCRના લોકો વરસાદ માટે તરસી રહ્યા છે,ત્યારે બીજી તરફ દિલ્હીથી થોડા દુર હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદનો કહેર સર્જી રહ્યો છે.