ગાંધીનગર રાજ્યમાં વધતા જતાં કોરોનાના સંક્રમણને પગલે રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ એક પરિપત્ર જાહેર કરીને તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની રાજાઓને રદ કરી દેવામાં આવી છે. એટલું જ નહી હાલમાં જે પોલીસ અધિકારીઓ લાંબી રજાઓ ઉપર છે, તેઓને પણ રજાને ટૂંકાવીને પરત ફરજ ઉપર હાજર થવા માટે પણ રાજ્ય પોલીસ વડાએ સૂચના આપી છે. ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેના કારણે રાજ્યમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૨૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્‌યૂ  જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ રાત્રિ કર્ફ્‌યૂને લઈને રાજ્યના પોલીસ વડા  આશિષ ભાટિયા દ્વારા રાજ્યના તમામ પોલીસ કર્મીઓને સૂચના આપવામાં આવી છે કે, રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની રજા મંજૂર કરવામાં આવશે નહીં. જાે કે આવશ્યક સંજાેગો અને અનિવાર્ય સંજાેગો હશે તો જ ડીવાયએસપી અથવા તેનાથી ઉપરના અધિકારીઓની મંજૂરી સાથે રજા આપી શકાશે. હાલમાં જે અધિકારીઓ લાંબી રજા ઉપર છે, તેઓને પણ રજા ટૂંકાવી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્યમાં જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તેમને નાથવા  માટે કોરોનાના નિયમો અને એપેડેમિક નિયમોનું અમલીકરણ જરૂરી છે. તેવા સંજાેગોમાં પોલીસ ફોર્સની વધુમા વધુ જરૂર પડશે. જે અંતર્ગત  તમામ પોલીસ કર્મચારીઓની રજા કેન્સલ કરી તેઓને ફરજિયાત ફરજ પર હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે. આવશ્યક સંજાેગો અને કોરોનાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને જ રજા આપવામાં આવશે. તે સિવાયની વધારાની રજાઓ આપવામાં આવશે નહીં.