અમદાવાદ-

જ્યારથી કોરોનાનું સંકટ આવ્યું છે ત્યારથી દરેક ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે ત્યારે શાકભાજીના ભાવ તો ઘટવાનું નામ જ નથી લઈ રહ્યા. દિનપ્રતિદિન શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગૃહિણીનું બજેટ પણ અનેક વખત ખોરવાયું છે.. શાકભાજીના ભાવની વાત કરીએ તો હાલ શાકભાજીના ભાવ ડબલ થી ત્રણ ગણા છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. અમદાવાદમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ પ્રાંતમાંથી શાકભાજી આવે છે.

ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે જેથી શાકભાજીની અછત ઉભી થઇ છે. તો બીજી તરફ અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે જ્યાંથી શકભાજી આવે છે ત્યાં ખેતરોમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે જેથી પાકનું નુકશાન થયું છે જેથી બજારમાં શાકભાજીની ખપત સર્જાઈ છે. બીજી તરફ જમાલપુરમાં એપીએમસી બંધ રાખી છે જેથી ફેરિયાઓને માલ રાખવામાં તકલીફ ઉભી થઇ છે. જેથી માલની શોર્ટ જ સર્જાઈ અને ભાવ વધારો થાય છે. જેથી નાગરિકોને ખરીદી કરવામાં તકલીફ પડી રહી છે.