મુંબઇ-

કન્ટ્રક્શન અને એન્જીનિયરિંગ કંપનીએ શુ્‌ક્રવારે કહ્યું કે તેમને મુંબઈ- અમદાવાદ હાઈ સ્પિડ રેલ કોરિડોર પરિયોજના માટે 25000 કરોડ રૂપિયાનો એક કોન્ટ્રાક્ટ મળ્યો છે. જાેકે કંપનીએ કોન્ટ્રાક્ટની માહિતી આપી નથી. પરતુ તેમણે તેને મહત્વપૂર્ણ શ્રેણીનો કોન્ટ્રાક્ટ ગણાવ્યો છે. આ શ્રેણીના કોન્ટ્રાક્ટ એક હજાર કરોડથી લઈને 25000 કરોડ સુધીના હોય છે.

કંપનીએ શેર બજારને જણાવ્યું, એલએન્ડટી કંસ્ટ્રક્શન હેવી સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનસે આ કોન્ટ્રાક્ટ હેઠળ તેમને ૨૮ પુલની ખરિદી, નિર્માણ, સંયોજન, પેન્ટ અને પરિવહનનું કામ મળ્યું છે. કંપનીએ કહ્યું કે, તેમણે જાપાનની IHI Infrasture System ની સાથે કન્સોર્ટિયમના માધ્યમથી આ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યો છે. બીએસઈ પર એલએન્ડટીનો શેર 0.56 પ્રતિશતના ઘટાડા સાથે 1337.45 પર કારોબાર કરી રહ્યો છે.

આ દેશની પહેલી બુલેટ ટ્રેન પરિયોજના છે, મુંબઈ- અમદાવાદના 508.17 કિમી લાંબા બુલેટ ટ્રેન કોરિડોરનો 155.76 કિમી ભાગ મહારાષ્ટ્રમાં, 348.04 કિમી ગુજરાતમાં અને 4.3કિમી દાદરા નગર હવેલીમાં છે. આ પરિયોજનાનો ખર્ચ અંદાજે 1.1 લાખ કરોડ રૂપિયા છે જેમા જાપાન ઈન્ટરનેશનલ કોઓનેશનલ એજેન્સી 81 ટકા ફાઈનેન્સ કરી રહી છે.