દિલ્હી-

જેની લાંબા સમયથી રોકાણકારો રાહ જોતા હતા એ આઈઆરએફસી યાને ભારતીય રેલવેના નાણાકીય નિગમના અને ચાલુ નાણાકીય વર્ષના પહેલા આઈપીઓનું શુક્રવારે લિસ્ટીંગ તો થયું પણ તે ડિસ્કાઉન્ટ પર લિસ્ટીંગ થતાં રોકાણકારોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી.

રોકાણકારોને જે શેરો રૂપિયા 26 પર ફાળવાયા હતા તેનું લિસ્ટીંગ 24.90 રૂપિયા થયું હતું અને તેને પગલે રોકાણકારોને શેરદીઠ 4.23 ટકા નુકસાન શરૂઆતમાં જોવાયું હતું. આ જ રીતે કંપનીને બીએસઈ પર 25 રૂપિયે લિસ્ટીંગ મળતાં તેમાં પણ તેને 3.85 ટકાનું નુકસાન થયું હતું. આ ઈશ્યુ 18મી થી 20મી જાન્યુઆરી દરમિયાન ભરણા માટે ખુલ્લો હતો. લિસ્ટીંગ પહેલા ગ્રે માર્કેટમાં તેનો કારોબાર સુસ્ત રીતે ચાલી રહ્યો હતો અને માંડ 20 થી 25 પૈસાનું પ્રિમિયમ શેરદીઠ જોવાયું હતું. ત્યારબાદ પ્રિમિયમમાં સતત ઘટાડો જોવાયો હતો.