ન્યૂ દિલ્હી

કોરોના રોગચાળાના આ યુગમાં એન્ટિવાયરલ દવાઓની માંગમાં જોરદાર તેજી આવી છે. ગ્લેનમાર્કના ફેબીફ્લુએ વેચવાની દ્રષ્ટિએ મલ્ટિવિટામિન ડ્રગ ઝિંકોવિટને પાછળ છોડી દીધી છે. ફેબીફ્લુના વેચાણમાં ૬૦૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. ફેબીફ્લુ હવે ભારતીય રિટેલ ફાર્મા માર્કેટમાં સૌથી વધુ વેચાયેલી દવા બની ગઈ છે. ગયા વર્ષે ઓક્ટોબર સુધી ઝિંકોવિટ ભારતીય બજારમાં સૌથી વધુ વેચાયેલી દવા હતી. અન્ય દવાઓ કે જેમના વેચાણમાં કોરોના રોગચાળા દરમિયાન વધારો થયો હતો તેમાં મોનોસેફલ, ડોલો અને બટાડેઇન શામેલ છે.

ફેબીફ્લુ શું છે?

ફેબીફ્લુ એ જાપાની એન્ટી-ઈન્ફલ્યુએન્ઝા ડ્રગ ફાવિપિરાવીરનું સામાન્ય સંસ્કરણ છે. છેલ્લા એક મહિનામાં તેનું વેચાણ ૬૦૦ ટકા વધ્યું છે. ફાર્મા રિસર્ચ ફર્મ એઆઈઓસીડીના ડેટા અનુસાર એપ્રિલમાં સમાપ્ત થયેલા ૧૨ મહિનાના ગાળામાં ફેબીફ્લુએ ૭૬૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જે એન્ટિ ડાયાબિટીક દવા, ગ્લાયકોમટ-જી.પી. ની ૫૬૪ કરોડ રૂપિયાથી વધુ છે. ફેબીફ્લૂના વેચાણનો અડધો હિસ્સો ફક્ત એપ્રિલ મહિના થી આવ્યો છે.

ગયા વર્ષે જૂન મહિનામાં ફેબીફ્લુને કોરોનાની સારવારમાં ઇમરજન્સી સારવારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેનું વેચાણ પ્રથમ વખત ૬૦ કરોડ સુધી પહોંચ્યું હતું. પરંતુ આ એપ્રિલમાં બધા રેકોર્ડ તોડી નાખ્યા.