ચૂંટણી ટાણે મતદાર તરીકેનું પાત્ર ભજવતી સામાન્ય પ્રજાનું પુણ્ય હજી એટલી વિશાળ માત્રામાં સંચિત નથી થયું કે તેમને અકલ્પ્ય – અમાપ સત્તા ધરાવતા સશક્ત શાસકપક્ષ ભાજપાના મંત્રીઓ-સાંસદ-ધારાસભ્યો,પક્ષના અને ભાજપાની ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો-પદાધિકારીઓને જાહેર રેલીમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરતાં જાેવા મળે. એટલે પ્રસ્તુત તસવીરોમાં પ્રજામાં દાખલો બેસાડવાની જવાબદારી અદા કરતા તમામ જાગૃત શાસક નેતાઓ-પ્રજાપ્રતિનિધિઓના ચહેરા પર હોઠ-નાકના ભાગે કાળા રંગની કૃત્રિમ પટ્ટી બતાવી અમે નિરાશ પ્રજાનું એ સ્વપ્ન પૂર્ણ કરવાનો નાનકડો અને નિર્દોષ પ્રયાસ કર્યો છે. આજે જનસમર્થન રેલીના સદેહે સાક્ષી બનેલા, રેલીના વીડિયો જાેનારા અને પ્રસાર-પ્રચાર માધ્યમોમાં રેલીની વાસ્તવિક તસવીરો જાેઈને નિરાશ થયેલા લાખો નાગરિકો હવે આ પ્રકાશિત તસવીરો જાેઈને આપણે જેમને ખોબલે-ખોબલે મતો આપ્યા એ આપણા પ્રાણપ્રિય જાગૃત નેતાઓ પણ કોવિડ ગાઈડલાઈનનું કેટલું ચુસ્તપણે પાલન કરી આપણા માટે દાખલો બેસાડે છે એવા સાનંદાશ્ચાર્ય સાથે વધુ એકવાર પોતાના મતાધિકારનો યથાયોગ્ય ઉપયોગ થયાના સંતોષનો ઓડકાર લઈ સોડ તાણીને શાંતિથી સૂઈ શકશે. અમને આવી રીતે પ્રજાને કૃત્રિમ રીતે પણ ખુશ કરવાની તક આપવા બદલ રેલીમાં ઉપસ્થિત તમામ નેતાઓ-પદાધિકારીઓ-ભાજપાના કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર... અને આ રેલી દરમિયાન ઉપસ્થિત રહી રાજ્યના કાયદામંત્રીશ્રીની હાજરીમાં કાયદાનું ચુસ્તપણે પાલન થતું જાેવાની પ્રામાણિક ફરજ બજાવનાર એક-એક

પોલીસકર્મીઓ અને ૫ોતાના દિગ્દર્શન હેઠળ કાયદાપાલનની આ વ્યવસ્થા ગોઠવનાર અને તે સુચારુ રીતે ચાલે તેના પર દેખરેખ રાખનાર ટોચના તમામ પોલીસ અધિકારીઓને બે હાથે સલામ...