/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

જો સમયસર બ્રેસ્ટ કેન્સરની ખબર પડી જાય તો 98% જેટલું જોખમ ઘટી જાય

લોકસત્તા ડેસ્ક 

કેન્સર એવી બીમારી છે જે એક જગ્યાએ શરૂ થઈને વધતા-વધતા બીજી જગ્યા સુધી ફેલાઈ જાય છે. વ્યક્તિના શરીરમાં કેન્સર ઘણા સમય પહેલા શરૂ થાય છે, પરંતુ તેની ઓળખ વર્ષો બાદ થઈ શકે છે. કેમ કે, સામાન્ય રીતે કોઈ વ્યક્તિને જોઈને કહી શકાય નહીં કે તેને કેન્સર છે. સ્તન કેન્સર વર્ષો પહેલા કોશિકાઓમાં બનવાનું શરૂ થાય છે, ત્યાર પછી હજારો-લાખોની સંખ્યામાં કોશિકાઓ વધી જાય છે. ત્યાર પછી તે ટ્યુમર(ગાંઠ)નું સ્વરૂપ ધારણ કરે છે. સોજો કે ગાંઠ બન્યા પછી જ વ્યક્તિને ખબર પડે છે કે તેને સ્તન કેન્સર છે. ખાસ વાત એ છે કે, વર્તમાનમાં તેના અનેક શ્રેષ્ઠ ઉપચાર છે, લોકોનો સર્વાઈવલ રેટ પણ વધુ છે. તેનો સૌથી શ્રેષ્ઠ ઈલાજ સર્જરી છે. જે સૌથી વધુ અસરકારક છે.

બીજી જે મહત્ત્વની વાત છે કે, દરેકને કીમોથેરપીની જરૂર હોતી નથી. કીમોથેરપી મોંઘી ટ્રીટમેન્ટ હોવા છતાં અસરકારક નથી. તેમાં સૌથી મહત્ત્વનું છે, સમયસર બીમારીની ઓળખ. જોન હોપકિન્સના એક રિપોર્ટ મુજબ જો સમયસર બ્રેસ્ટ કેન્સરની ખબર પડી જાય તો 98% જેટલું જોખમ ઘટી જાય છે.

• જોખમ: અમેરિકામાં દર 8માંથી એક મહિલાને સ્તન કેન્સરની આશંકા, ભારતમાં 28માંથી એક..

• બચાવ: 40થી ઉંમર પછી મહિલાઓએ દર વર્ષે મેમોગ્રામ ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ.

• સતર્કતા: 85% કેસમાં પીડિત પરિવારમાં આ અગાઉ સ્તન કેન્સરની કોઈ હિસ્ટ્રી હોતી નથી. એટલે કે બીમારી કોઈને પણ થઈ શકે છે. સતર્કતા જરૂરી છે.

• વર્તમાન સ્થિતિ: 3.77 લાખ કુલ કેસ છે દેશમાં

• 2025 સુધીમાં 4.27 લાખ કેસ હશે દેશમાં

• કેન્સરના કુલ કેસમાં 14 ટકા કેસ સ્તન કેન્સરના છે

સ્તન કેન્સરના 5 મહત્ત્વનાં સ્ટેજ: સ્તન કેન્સરના 80% કેસ 50 વર્ષની વય પછી જ આવે છે. તેનાં મુખ્ય 5 સ્ટેજ છે

• સ્ટેજ-0: આ કેન્સરથી પહેલાની સ્થિતિ છે. કેન્સર કોશિકાઓ સ્તનના ડક્ટ્સમાં રહે છે. આજુબાજુના ઉતકોમાં પહોંચતી નથી. એટલે કેન્સરનું જોખમ રહે છે.

• સ્ટેજ-1: ટ્યુમરનો આકાર 2 સેમીથી મોટો હોતો નથી. લિમ્ફ નોડ્સ પ્રભાવિત થતી નથી.

• સ્ટેજ-2: ટ્યુમરનો આકાર 2 સેમીથી નાનો હોય છે, પરંતુ કેન્સર લિમ્પ નોડ્સ સુધી ફેલાઈ જાય છે. ટ્યુમરનો આકાર 2-5 સેમી સુધી ફેલાઈ શકે છે.

• સ્ટેજ-3: આ સ્થિતિમાં ટ્યુમનરો આકાર 5 સેમીથી મોટો હોતો નથી, પરંતુ આજુબાજુના ઉતકો સુધી ફેલાઈ ચૂક્યું હોય છે. કેન્સર છાતી કે ત્વચા સુધી પણ ફેલાઈ શકે છે.

• સ્ટેજ-4: ટ્યુમરનો આકાર ગમે તેટલો હોઈ શકે છે. તે લિમ્ફ નોડ્સ સુધી ફેલાઈ ચૂક્યું હોય છે.

સામાન્ય રીતે પ્રારંભિક સ્ટેજમાં સ્તન કેન્સરનાં કોઈ લક્ષણ હોતા નથી. ટ્યુમર એટલી નાની પણ હોઈ શકે છે કે તે અનુભવાય નહીં. ટ્યુમર થતાં પહેલાનો સંકેત સ્તનમાં થતી ગાંઠ જ હોય છે. જેને જાત તપાસથી ચકાસી શકાય છે. સ્તન કે તેના કટેલાક ભાગ કે કોઈ સ્ત્રાવ, ખભામાં સોજો કે ગાંઠ તેનાં લક્ષણ હોઈ શકે છે. 

પોષણયુક્ત સંતુલિત ભોજન, નિયમિત કસરત, શરીરનું ઉચિત વજન... આ કેટલીક રીત છે, જેનાથી સ્તન કેન્સરનું જોખમ ઘટી શકે છે. આ જ રીતે બાળકોને સ્તનપાન કરાવવું પણ મહિલાઓને આ જોખમથી દૂર રાખે છે. ઈલાજ કેન્સરના સ્ટેજ અને તેના ફેલાવા પર આધાર રાખે છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution