કામ કરતા ધનિક પુરુષોને બ્લડપ્રેશરનું જોખમ વધુ હોય છે. જે મુજબ ઓછી આવકવાળા લોકોની તુલનાએ વધુ આવકવાળા લોકોમાં હાઇ બ્લડપ્રેશરનું જોખમ બમણું રહ્યું.પૌષ્ટિક આહાર, એક્સરસાઇઝ, પ્રમાણસર વજન અને દારૂના સેવનથી દૂર રહીને તેવા લોકો તંદુરસ્ત રહી શકે છે. વિશ્વમાં 100 કરોડથી વધુ લોકો હાઇ બ્લડપ્રેશરનો શિકાર છે, જેમાં 30-45 ટકા વૃદ્ધ છે. 60 વર્ષ કે તેથી વધુ વયના 60 ટકાથી વધુ લોકો તેની ઝપટમાં છે. હાઇ બીપી દુનિયાભરમાં કસમયે મોતનું સૌથી મોટું કારણ બની રહ્યું છે. 2015માં તેનાથી 1 કરોડ લોકોના કસમયે મોત થયાં હતાં. 

 આ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારી છે. એક ફિઝિશિયન તરીકે હું જાણવા માગતો હતો કે જુદા-જુદા આર્થિક વર્ગ પર તેની કેવી અસર થાય છે? આનાથી આપણને તેને અટકાવવાના પ્રયાસોમાં મદદ મળશે. જાપાનમાં વર્કિંગ પર્સન્સની આવક અને હાઇ બીપી અંગે આ (જે-એચઓપી3) સ્ટડી કરાયો. તેમને 4 જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. તેમાં વાર્ષિક 35 લાખ રૂ.થી ઓછી, 35 લાખથી 56 લાખ, 56.8 લાખથી 70 લાખ અને 71.03 લાખથી વધુ આવકવાળા લોકોને આવરી લેવાયા.

તેનાં પરિણામ દર્શાવે છે કે વધુ કમાતા લોકોમાં હાઇ બીપીનું જોખમ 50 ટકા વધુ રહ્યું. તેનાથી ઊલટું મહિલાઓમાં આવક અને બ્લડપ્રેશર વચ્ચે કોઇ સંબંધ ન જણાયો. વધુ કમાતી મહિલાઓમાં હાઇ બીપીનું જોખમ ઓછું જણાયું.  પુરુષો આરોગ્યપ્રદ જીવનશૈલી દ્વારા આ જોખમ ઘટાડી શકે છે. લોકો રોજ 10 ગ્રામથી વધુ મીઠું ખાય છે, જે નિર્ધારિત માપદંડથી ઘણું વધારે છે. તેથી આ સમસ્યા હૃદયની બીમારીમાં ફેરવાઇ છે.