મુંબઈ

આ વર્ષે એપ્રિલમાં આઈઆઈપી ગ્રોથ ૧૩૪% રહી છે. ગયા વર્ષે એપ્રિલની ખૂબ ઓછી બેઝ ઇફેક્ટ હોવાને કારણે વર્ષ-દર-વર્ષ ધોરણે વિકાસ દર એટલો ઉંચો રહ્યો છે. આ વર્ષે માર્ચમાં આઈઆઈપીનો ગ્રોથ દર ૨૨.૪% હતો. ગયા વર્ષે એપ્રિલમાં આખો દેશ લોકડાઉન હેઠળ હતો અને ફેક્ટરીઓમાં કામ સંપૂર્ણ રીતે અટકી પડ્યું હતું. જેના કારણે વિકાસ દર ખૂબ જ નીચો હતો. સમાન બેઝ રેટને કારણે એપ્રિલમાં વિકાસ દર વધારે છે.

કેન્દ્ર સરકારે ૧૧ જૂને આઈઆઈપીના આંકડા જાહેર કર્યા છે. આ વર્ષે ફેબ્રુઆરી સુધી આઈઆઈપી વૃદ્ધિ નકારાત્મક રહી હતી. માર્ચ ૨૦૨૧ માં વૃદ્ધિ ૨૨.૪% હતી.

જો કે આ આંકડાઓ બહાર પાડવાની સાથે સરકારે કહ્યું હતું કે એપ્રિલ ૨૦૨૧ ના આઈઆઈપી ડેટાની તુલના એપ્રિલ ૨૦૨૦ સાથે કરી શકાતી નથી. એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન લગભગ ૨૦૦ ટકા વધ્યું છે. માર્ચમાં તે ૨૫.૮ ટકા હતો. ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ દર -૩.૭ ટકા હતો. ૨૦૨૦ નું આખું વર્ષ લોકડાઉનમાં નીકળી ગયું. તેથી તેની ઉત્પાદન પર ખૂબ જ ખરાબ અસર પડી હતી.