લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026 |
1089
બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને કારણે બુધવારે ૨૦ રાજ્યોમાં સારો વરસાદ થયો. આગામી ૪ દિવસ સુધી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ૧૫ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે.
ઉત્તર પ્રદેશના બનારસમાં ઘાટોની સીડીઓ સુધી પાણી પહોંચી ગયું છે. હરિશ્ચંદ્ર ઘાટ પર શબદાહ સ્થળ ડૂબી ગયું છે. ઘાટની ઉપરની સીડીઓ પર ચિતાઓ સળગાવવામાં આવી રહી છે. લોકોને ૨થી ૩ કલાક સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવવા માટે રાહ જાેવી પડી રહી છે. ઉન્નાવમાં રસ્તા પર હોડી ચલાવવી પડી.રાજસ્થાનના ૫થી વધુ જિલ્લાઓમાં બુધવારે ભારે વરસાદ થયો. જયપુરમાં ૪ કલાકથી વધુ પાણી વરસ્યું. પાણી ભરેલા ખાડાને કારણે બસ પલટી ગઈ. વરસાદ અને વૃક્ષો પડવાને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામ રહ્યો. બીજી તરફ, ઉત્તરાખંડના દેહરાદૂન-મસૂરી માર્ગ પર ભૂસ્ખલનને કારણે કાટમાળ રસ્તા પર આવી પડ્યો. જેના કારણે બંને તરફ લગભગ ૧૦ કિમી લાંબો જામ લાગી ગયો. રાજ્યના ૯ જિલ્લામાં ૬૭ રસ્તાઓ બંધ છે.
મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના પથરિયા ગામમાં નાળું અચાનક ઉછળ્યું. એક યુવક તેજ પ્રવાહમાં તણાઈ ગયો. ગ્રામજનોએ તેને કોઈક રીતે સુરક્ષિત બહાર કાઢ્યા હતો.